કેરી અને જાંબુની મજા, બીમારીને થશે સજા
આ સીઝનમાં કેરી અને જાંબુની ભરપૂર મજા લેવી જોઈએ, એક તો આ બંને પાચનતંત્રને મજબુત બનાવે છે સાથે વિટામિનયુક્ત અને પોષકતત્વોવાળા હોવાથી કેન્સર અને ડાયાબિટીસ જેવી બીમારીઓને પણ રોકે છે.
કેરી-
કેરીમાં એવા કેટલાક એવા તત્વો છે જે પ્રોસ્ટેટ કેન્સરને રોકવામાં મદદ કરે છે. તેમાં ભરપુર પ્રમાણમાં પૈક્ટિમ હોય છે જે લોહીમાં કોલેસ્ટેરોલની માત્રા ઘટાડવામાં મદદ કરે છે. તેમાં એન્ટિઓક્સીડન્ટ હોવાથી નવી કોશિકાઓના નિર્માણમાં મદદ કરતું હોવાથી વૃદ્ધત્વના લક્ષણો જલદી દેખાતા નથી.
કેરીમાં ક્યૂસેંટિન તથા એસ્ટ્રાગાલિન હાજર હોય છે જે કેન્સરની રોકવામાં મદદ કરે છે.
કેરીમાં વિટામિન 'એ' અને 'સી' પુષ્કળ હોય છે. વિટામીન 'સી' શરીરમાં કોલેજન પ્રોટીનને બનાવવામાં મદદ કરે છે જે આ વિટામિનની ઉણપને લીધે થતા ચેપ સામે રક્ષણ આપે છે. તેમાં રહેલું લોહતત્વ એનીમિયામાં લાભ કરે છે.
કેરીમાં રહેલું બીટા કૈરોટીન નામનું કૈરોટીનાયડ શરીરની રોગપ્રિતકારક શક્તિ વધારે છે. વધારાના બીટા કૈરોટીન વિટામિન 'એ' માં પરાવર્તિત થઇ જાય છે. તેનાથી પાચનક્રિયા મજબુત બને છે.
કેરીનું અથાણું રક્તપિત્તને દૂર કરવામાં મદદ કરે છે.
કેરીની ગોટલીનું ચૂર્ણ ઝાડા અને અર્શ (બવાસીર)ની સારવારમાં લાભદાયી છે.
જાંબુ
જાંબુ પોટેશિયમથી ભરપુર હોય છે. તે હાર્ટએટેક, બ્લડપ્રેશર અને સ્ટ્રોકના જોખમને ઘટાડે છે.
તેમાં એન્ટીઓક્સીડન્ટ ખાસ કરીને ફ્લેવોનાયડ્સ હાજર હોય છે, જે સ્મરણશક્તિને તેજ બનાવે છે.
આના નિયમિત સેવનથી શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ બરાબર રહે છે. તેથી જ ડાયાબિટીસના દર્દીઓને જાંબુ ખાવાની સલાહ આપવામાં આવે છે.
જાંબુથી ભૂખ ઉઘડે છે અને પાચનતંત્ર મજબુત થાય છે. આનો અમ્લીય ગુણ લોહી વિકારોને દૂર કરે છે.
વૈજ્ઞાનિકોનું કહેવું છે જ્યૂસ પીવા કરતાં ફળ ખાવા હિતાવહ છે કારણ કે જ્યૂસ પીવાથી એમાં રહેલી શર્કરા તરત લોહીમાં ભળી જાય છે, જે હાનિકારક સાબિત થઇ શકે છે. ફળ ખાવાથી રેસાઓ પેટમાં જાય છે જ્યારે જ્યૂસમાં રેસાનું પ્રમાણ બહુ ઓછું હોય છે. ફળ ખાવાથી દાંત અને પેઢા પણ મજબુત બને છે.