ડોક્ટરના કાગળ પર શા માટે લખેલું હોય છે Rx, જાણો તેનું રોચક કારણ
નવી દિલ્હી, 1 જૂન 2019, શનિવાર
ડોક્ટર પાસે ચેકઅપ કરાવ્યા બાદ ડોક્ટર જે પ્રીસ્ક્રિપ્શન આપે છે તેમાં સૌથી પહેલા Rx લખે છે. આ વાત જો અત્યાર સુધી ધ્યાનમાં ન આવી હોય તો એકવાર યાદ કરી જુઓ તમને ડોક્ટરની દવા લખેલા કાગળ પર પણ Rx લખેલું જોવા મળ્યું હશે. સામાન્ય રીતે લોકો દવા લખેલા કાગળ પર ધ્યાન આપતા નથી. પરંતુ તે જાણવું પણ જરૂરી છે કે આ પ્રકારે લખેલા શબ્દોનો અર્થ શું થાય છે.
Rxનો અર્થ થાય છે 'લેવું', ડોક્ટર જ્યારે દવા લખે છે તો તેની આગળ Rx લખે છે જેનો અર્થ છે કે આ દવા લેવી. આ નાનકડા શબ્દોનો અર્થ થાય છે કે જે દવા ડોક્ટર લખી આપે છે તેને જણાવ્યા અનુસાર લેવી. Rx શબ્દનો અર્થ મેડિકલ સાથે પણ જોડાયેલો છે. મિસ્ત્રમાં ચિકિત્સાને સૌથી વધારે મહત્વ આપવામાં આવે છે. એવી માન્યતા છે કે તે દેશના દેવતા હોરસ હતા અને તેની આંખ Rx જેવી છે અને આંખને સ્વાસ્થ્યનું પ્રતીક કહેવામાં આવે છે. આ કારણે પણ ડોક્ટરો દવાના કાગળ પર Rx લખે છે.