Get The App

શું તમે ઔષધિય જડી-બુટ્ટી શતાવરીના ફાયદાઓ વિશે જાણો છો?

- જાણો, શું છે શતાવરી સાથેનું હેલ્થ કનેક્શન?

Updated: Jul 6th, 2020

GS TEAM


Google News
Google News
શું તમે ઔષધિય જડી-બુટ્ટી શતાવરીના ફાયદાઓ વિશે જાણો છો? 1 - image

નવી દિલ્હી, તા. 06 જુલાઇ 2020, સોમવાર 

શતાવરી હિમાલયમાંથી મળી આવતી ઔષધીય જડી-બૂટ્ટી છે. ભારતમાં શતાવરી વસંત ઋતુની શાકભાજી તરીકે પણ ઓળખાય છે. આ ખૂબ જ લો કેલેરીવાળો આહાર છે. એકથી બે મીટર લાંબી શતાવરી પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે. તેના ઉપયોગથી કેટલાય શારીરિક ફાયદાઓ થાય છે. આ ઝડપથી વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. આ સાથે જ આ ઔષધિ સ્કિનમાં પણ નિખાર લાવે છે અને ઉંમરને ચહેરા પર હાવી થતા અટકાવે છે. જાણો, શતાવરીના ફાયદાઓ વિશે...

શતાવરીથી થતા ફાયદા : 

- શતાવરી તે લોકો માટે રામબાણ ઇલાજ સાબિત થાય છે, જે લોકો પોતાના વધતા વજનથી પરેશાન છે. તેમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય ફાઇબર હોય છે, જે વજનને ઘટાડવામાં મદદરૂપ થાય છે. 

- શતાવરી એન્ટીઑક્સિડેન્ટ તત્ત્વથી ભરપૂર હોય છે, જે હૃદયની બીમારીઓથી બચવા માટે ફાયદાકારક છે. 

- શતાવરીના ઉપયોગથી સ્કિન ચમકદાર બને છે. આ ચહેરાની કરચલીઓને દૂર કરે છે. તેમાં એન્ટીઑક્સિડેન્ટ ગ્લૂટાથિયોન હોય છે જે ખીલથી પણ ચહેરાને રક્ષણ આપે છે. 

- શતાવરી માઇગ્રેનથી થતા દુખાવામાં પણ છૂટકારો અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

- જે લોકોને ઊંઘ નથી આવતી તેમના માટે પણ શતાવરી ફાયદાકારક છે. આ તણાવને દૂર કરે છે અને અનિંદ્રાથી મુક્તિ અપાવે છે. 

- શતાવરીમાં ભરપૂર પ્રમાણમાં ફોલેટ હોય છે. એવામાં તેના ઉપયોગથી બાળકમાં કરોડરજ્જુ સંબંધિત સમસ્યા ઉદ્દભવતી નથી અને તે માનસિક સમસ્યાઓથી પણ બચી શકે છે. 

કેટલીક સાવધાનીઓ રાખો. 

- શતાવરી સામાન્ય રીતે તો ઔષધિય ગુણોથી ભરપૂર છે, પરંતુ કેટલાક લોકોને નુકશાન પણ પહોંચાડી શકે છે. તેની સાઇડ ઇફેક્ટ્સ પણ થઇ શકે છે. એટલા માટે ખૂબ જ સાવધાની પૂર્વક તેનો ઉપયોગ કરવો જોઇએ. 

- શતાવરીને ડાયરેક્ટ સ્કિન પર લગાવવાથી એલર્જીની સમસ્યા ઉદ્દભવી શકે છે. 

- જે લોકોને ડુંગળીથી એલર્જી છે, તેમને શતાવરીના ઉપયોગથી પણ એલર્જી થઇ શકે છે.

- શતાવરીનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરવો. 

Tags :