તમે જિમ જાઓ છો? તો હાર્ટ એટેકથી બચવા ડૉક્ટરે બતાવેલા કેટલાક ટેસ્ટ કરાવી લેજો

Updated: Feb 1st, 2024


Google NewsGoogle News
તમે જિમ જાઓ છો? તો હાર્ટ એટેકથી બચવા ડૉક્ટરે બતાવેલા કેટલાક ટેસ્ટ કરાવી લેજો 1 - image


Image Source: Freepik

અમદાવાદ, તા. 01 ફેબ્રુઆરી 2024 ગુરૂવાર

જિમ કે અમુક ઝડપી એક્ટિવિટી કરતી વખતે હાર્ટ એટેકના સમાચારોથી લોકો ડરેલા છે. કોરોના બાદ હૃદયના હુમલાના ઘણા ભયાવહ કિસ્સા સામે આવી ચૂક્યા છે. આ ઘટનાઓ નાની ઉંમરના લોકોને પણ ડરાવી રહી છે. નાની ઉંમરે લોકોમાં હૃદયની બીમારીનું કારણ ડોક્ટર્સ ખરાબ લાઈફસ્ટાઈલને માને છે. ડોક્ટરે સૂચવેલા અમુક ટેસ્ટ છે જે વર્કઆઉટ કરનાર લોકોએ કરાવી લેવા જોઈએ. 

સ્ક્રીનિંગને હેબિટ બનાવો

બીમારીઓથી બચવા માટે હેલ્થ સ્ક્રીનિંગ કે રૂટીન ચેકઅપ કરાવતા રહેવુ જોઈએ. ડોક્ટરના જણાવ્યા અનુસાર તમને જિમમાં વર્કઆઉટ કરતી વખતે ડર લાગે છે કે હાર્ટ એટેકથી મનમાં ડર બેસી ગયો છે તો અમુક બેઝિક ટેસ્ટ કરાવી દેવા જોઈએ. જો તમે લાંબા અંતરનું દોડી રહ્યા છો કે ઝડપી વર્કઆઉટ કે એક્ટિવિટી કરવા જઈ રહ્યા છો તો ખાસ કરીને આ ટેસ્ટના પરિણામ યોગ્ય હોવા જોઈએ. 

બેઝિટ ટેસ્ટ

1. હાર્ટ રેટ, બીપી, વજન, બોડી માસ ઈન્ડેક્સ અને કમરની પહોળાઈ

2. હીમોગ્લોબિન

3. ફાલ્ટિંગ બ્લડ શુગર

4. લિપિડ પ્રોફાઈલ

5. હોમોસિસ્ટીન

6. વિટામિન બી

7. વિટામિન ડી

8. લિવર ફંક્શન ટેસ્ટ

9. ક્રિએટનિન

10. ટીએસએચ

11. ઈસીજી

12. ઈકોકાર્ડિયોગ્રામ

13. એડવાન્સ હેલ્થ ચેકઅપ 

જો તમારા બેઝિક હેલ્થ ચેકઅપમાં કંઈ ગડબડ નીકળે કે તમે રિસ્ક ઝોનમાં આવો છો તો આ ચેકઅપ કરાવો.

14. ફાસ્ટિંગ સીરમ ઇન્સ્યુલિન

15. એપોલાઈપોપ્રોટીન A1 (Apo-A1)

16. એપોલાઈપોપ્રોટીન B (Apo-B)

17. ટ્રેડ મિલ ટેસ્ટ (TMT)

18. સીટી કોરોનરી એન્જિયો+ કેલ્શિયમ સ્કેન


Google NewsGoogle News