શું તમે મોડી રાત સુધી જાગો છો? તો થઈ જાઓ સાવધાન, ગંભીર બીમારીઓ થઈ શકે છે!

મનને શાંત કરવા માટે સૂતા પહેલા પુસ્તક વાંચી શકો છો

Updated: Feb 11th, 2024


Google NewsGoogle News
શું તમે મોડી રાત સુધી જાગો છો? તો થઈ જાઓ સાવધાન, ગંભીર બીમારીઓ થઈ શકે છે! 1 - image

Sleep Patterns And Health: આધુનિક જીવનશૈલી અને સોશિયલ મીડિયાના જમાનામાં મોટાભાગના લોકો મોડી રાત સુધી જાગતા રહે છે. રાત્રે પથારીમાં પડ્યા પછી પણ કલાકો સુધી મોબાઈલ ફોનમાં વ્યસ્ત રહે છે. આજના યુવાનોની આ આદતો ગંભીર બીમારીઓ અને સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી રહી છે. કારણ વગરના ઉજાગરા કરવા તે સ્વાસ્થ્યને કેવી રીતે નુકસાન પહોંચાડે છે તે વિગતવાર જાણીએ...

આરોગ્ય નિષ્ણાતનું શું કહેવું છે?

મીડિયા સાથે ખાસ વાતચીતમાં હૈદરાબાદની યશોદા હોસ્પિટલના વરિષ્ઠ સલાહકાર ફિઝિશિયન ડો. દિલીપ ગુડેએ જણાવ્યું કે, 'મોડી રાત સુધી જાગવાથી તણાવ વધી શકે છે, મોટાભાગના લોકો આ વાત જાણે છે, પરંતુ આ આદતો સ્વાસ્થ્યને અનેક ગંભીર નુકસાન થઈ શકે છે. મોડી રાત સુધી જાગવાથી કુદરતી રીતે ચાલતી સાયકલ પર અસર કરે  છે. જો આ સાયકલ લાંબા સમય ચાલે તો હોર્મોનલ સિસ્ટમ યોગ્ય રીતે કામ કરવાનું બંધ કરી દે છે અને મેટાબોલિઝમ પર પણ અસર થાય છે. શરીરનું તાપમાન પણ બદલાવા લાગે છે અને આયુષ્ય પણ ઘટી શકે છે.'

યાદશક્તિ ઘટી શકે છે

લોકોમાં મોડા સૂવાની આદત લાંબા સમય બાદ વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં સમસ્યાનો થઈ શકે છે. ઉપરાંત માનસિક સ્વાસ્થ્ય પર પણ ખૂબ ખરાબ અસર કરી શકે છે. જો 7-8 કલાકથી ઓછી ઊંઘ લો છો, તો યાદશક્તિ ઘટી શકે છે. મોડી રાત સુધી જાગવાથી સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલ વધે છે, જે ચિંતા અને ડિપ્રેશનમાં વધારો કરી શકે છે.

વજન વધવા લાગે છે

ઊંઘ પૂરી ન થવાથી મેટાબોલિઝમ પણ સ્લો પડી જાય છે, જેના કારણે વજન વધવા લાગે છે. વધતું વજન સ્વાસ્થ્ય સંબંધિત અન્ય ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે. સ્થૂળતા ઈન્સ્યુલિન રેઝિસ્ટન્સ તરફ દોરી શકે છે, જે ડાયાબિટીસનું કારણ બને છે અને પાચન શક્તિ પર અસર કરે છે. સાથે હાઈ બ્લડ પ્રેશર અને હૃદય સંબંધિત સમસ્યાઓનું જોખમ પણ વધારી શકે છે.

ઊંઘ ન આવે તો શું કરવું?

•સૌથી પહેલા એક ઊંઘવા માટેનો સમય નક્કી કરી લો. થોડા સમય પછી તે સમયે આપોઆપ ઊંઘ આવવા લાગશે અને આ રીતે ઊંઘવાનો સમય સેટ થઈ જશે.

•અનિદ્રાના કિસ્સામાં મનને શાંત કરવા માટે સૂતા પહેલા પુસ્તક વાંચી શકો છો અથવા હળવા સ્ટ્રેચિંગ અથવા કસરત કરી શકો છો.

•સૂતા પહેલા ગરમ પાણીથી સ્નાન કરવાથી ફાયદો થઈ શકે છે.

•સૂવાના સમયના લગભગ 3 કલાક પહેલા આલ્કોહોલ અથવા કેફીન યુક્ત ખોરાક લેવાનું ટાળો.

•સૂતા પહેલા ફોનનો ઉપયોગ કરવો અથવા લેપટોપ સ્ક્રીન પર વધુ સમય વિતાવવાથી પણ ઊંઘમાં તકલીફ પડી શકે છે, આવી સ્થિતિમાં સૂતા પહેલા તેનાથી દૂર રહો.


Google NewsGoogle News