Get The App

સવારે અનુભવતા થાકનું કારણ હોય શકે છે આ ગંભીર બીમારી, જાણી લો લક્ષણ

Updated: Jun 6th, 2019

GS TEAM

Google News
Google News
સવારે અનુભવતા થાકનું કારણ હોય શકે છે આ ગંભીર બીમારી, જાણી લો લક્ષણ 1 - image


અમદાવાદ, 6 જૂન 2019, ગુરુવાર

સવારે પથારીમાંથી ઊઠો એટલે આંગળીઓ વળી જાય, શરીરમાં નબળાઈ લાગે, તાવ આવે તેમજ સાંધામાં દુખાવો થતો હોય તો આ લક્ષણો આર્થરાઈટિસના હોય શકે છે. આર્થરાઈટિસ સાંધાની બીમારી છે જેનાથી શરીરમાં સમસ્યા થાય છે. આ પ્રકારની બીમારીઓનો સમાવેશ રુમેટોલોજીમાં થાય છે. 

રુમેટોલોજીમાં રુમેટાઈડ આર્થરાઈટિસ, જુવેનાઈલ રુમેટોઈડ, આર્થારાઈટિસ, સિસ્ટેમિક લ્યૂપસ, ઈરિથોમેટોસિસ, કોઈપણ પ્રકારના કમરના દુખાવા, પોલિમાયોસાઈટિસ અને ડર્મેટોમાઈસાઈટિસનો સમાવેશ થાય છે. આ એવી બીમારીઓ છે જેનો સંબંધ આપણી રોગ પ્રતિકારક શક્તિ સાથે છે. રોગ પ્રતિકારક શક્તિ નબળી પડવાથી નબળાઈ લાગવી, થાક, તાવ જેવી સમસ્યાઓ થાય છે. આ બીમારીઓ કોઈપણ ઉંમરના વ્યક્તિને થઈ શકે છે. દુનિયાની અંદાજે એક પ્રતિશત આબાદી આ બીમારીથી પીડિત છે. 

આ બીમારી થવાના કારણ વિશે જાણી શકાયું નથી. કેટલાક કિસ્સામાં તે વાયરસ, બૈક્ટેરિયાના કારણ થઈ હોવાનું જાણવા મળે છે. કેટલાક વૈજ્ઞાનિકો અનુસાર તે એક આનુવાંશિક બીમારી છે. આ બીમારીના કારણે શરીરના સાંધામાં જ નહીં પરંતુ શરીરના દરેક અવયવ પર અસર થાય છે. ધૂમ્રપાન જેવા વ્યસન કરતાં લોકોમાં આ તકલીફ વધારે હોય છે. 

આમ તો આ બીમારીનો કોઈ ઈલાજ નથી. જો શરૂઆતના સમયમાં તેના લક્ષણો વિશે જાણી ઈલાજ શરૂ કરી દેવામાં આવે તો રોગને ગંભીર સ્થિતી સુધી પહોંચતા અટકાવી શકાય છે. આ બીમારીની સારવારમાં દર્દીને એંટીરુમેટિક ડ્ર્ગ્સ આપવામાં આવે છે. આ દવાથી શરીરના અંગને વાંકાચુકા થતા અટકાવી શકાય છે. જો કે આ રોગની દવા લાંબા સમય સુધી લેવી પડે છે. 


Tags :