For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!
FOLLOW US

શું તમે જાણો છો કે શેમાથી બને છે કેપ્સુલનુ કવર, પ્લાસ્ટિક જેવુ દેખાતું કવર આ વસ્તુમાથી બને છે

કેપ્સુલ કવર પ્રાણીઓ અથવા કેટલીક વનસ્પતિના પ્રોટીન જેવા પ્રવાહીમાથી બનાવવામાં આવે છે

કવરમાંથી મળતું પ્રોટીન આપણા શરીરને પોષણ આપે છે

Updated: May 10th, 2023

Image  Envato

તા. 10 મે, 2023 બુધવાર

આપણા ઘરમાથી કે આપણે પોતે જ્યારે બીમાર પડીએ છીએ ત્યારે ડોક્ટર પાસે જઈએ છીએ. અને ડોક્ટર આ બીમારીમાથી સજા કરવા માટે ટેબલેટ્સ, કેપ્સુલ, ઈન્જેકશન અથવા સિરપ આપતા હોય છે. પરંતુ આ બધા વચ્ચે જે કેપ્સુલ આપવામા આવે છે તે શેમાથી બને છે તે તમે ક્યારેય જાણવાનો પ્રયાકસ કર્યો છે. આમ જોઈએ તો સામાન્ય રીતે પ્લાસ્ટિક જેવુ લાગતું હોય છે. અને તે શરીરમાં ગયા પછી તેનુ શું થતું હશે.? ચાલો જાણીએ કે આખરે આ કઈ વસ્તુમાથી બને છે. 

કઈ વસ્તુમાંથી બનાવવામાં આવે છે આ કેપ્સુલ કવર

કોઈ પણ બીમારીમાં દવા સ્વરુપે ડોક્ટર દ્વારા આપવામાં આવતી કેપ્સુલનું કવર બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિકમાથી નથી બનતું. આ કવર બે પ્રકારના હોય છે. પહેલુ હાર્ડ શેલ્ડ અને બીજુ સોફ્ટ શેલ્ડ. બન્ને કેપ્સુલ કવરને બાયોડિગ્રેડેબલ મટેરિયલમાથી બનાવવામાં આવે છે. આ બંને પ્રકારના કેપ્સુલ કવર પ્રાણીઓ અથવા કેટલીક વનસ્પતિના પ્રોટીન જેવા પ્રવાહીમાથી બનાવવામાં આવે છે. કેપ્સુલની સામગ્રી કે જેના કવર પ્રાણી પ્રોટીનમાંથી બનાવવામાં આવે છે તેને જિલેટીન કહેવામાં આવે છે. તે મરઘી, માછલી, ડુક્કર અને ગાય અને તેની પ્રજાતિઓ તથા અન્ય પ્રાણીઓના હાડકાં અને ચામડીને ઉકાળીને કાઢવામાં આવે છે.

શરીરમાં જઈને શુ થાય છે આ આ કેપ્સુલ કવરનું ?

જેમ કે તમે જાણો છો કે કેપ્સ્યુલ્સના કવર જિલેટીન અને સેલ્યુલોઝમાથી બનેલા હોય  છે. તમે એ પણ જાણો છો કે તે પ્રાણીઓ અને છોડના જિલેટીન અને સેલ્યુલોઝ પ્રોટીનમાંથી બને છે. એટલે એ વાત સ્પષ્ટ છે કે જ્યારે આપણે કેપ્સ્યુલ ખાઈએ છીએ, ત્યારે તેનું આવરણ શરીરમાં ઓગળી જાય છે અને દવા તેનું કામ શરૂ કરે છે. કવરમાંથી મળતું પ્રોટીન આપણા શરીરને પોષણ આપે છે. અને  વધારાનું પ્રોટીન શરીરમાંથી બહાર નીકળી જાય છે. તેનાથી શરીરને કોઈ નુકસાન થતું નથી.

Gujarat
Worldcup 2023
English
Magazines