ડિપ્રેશનનો દૂધ સાથે છે ગાઢ સંબંધ, તણાવની સ્થિતિમાં ભોજનમાં આ પ્રકારના પરિવર્તન જરૂરી

Updated: Sep 26th, 2023


Google NewsGoogle News
ડિપ્રેશનનો દૂધ સાથે છે ગાઢ સંબંધ, તણાવની સ્થિતિમાં ભોજનમાં આ પ્રકારના પરિવર્તન જરૂરી 1 - image


                                                           Image Source: Freepik

અમદાવાદ, તા. 26 સપ્ટેમ્બર 2023 મંગળવાર

ઝડપી લાઈફસ્ટાઈલમાં દુનિયામાં ડિપ્રેશન અને એન્જાઈટી ઝડપથી વધી રહી છે. કાર્યનો તણાવ, સંબંધોમાં તણાવ હોય કે કોમ્પિટીશનનો તણાવ આ તમામ બાબતોની સીધી અસર માનસિક આરોગ્ય પર પડી રહી છે. આ કારણ છે કે ડોક્ટર ફિઝિકલ ફિટનેસની સાથે-સાથે મેન્ટલ ફિટનેસ પર પણ ફોકસ કરવાની સલાહ આપે છે. મેન્ટલ ફિટનેસમાં તમે તમારી ડાયટમાં અમુક પરિવર્તન કરીને ડિપ્રેશન અને તણાવથી છુટકારો મેળવી શકો છો. તાજેતરમાં જ કરવામાં આવેલા અમુક અભ્યાસ અનુસાર ડિપ્રેશન અને તણાવ જેવી સમસ્યાઓથી બચવુ હોય તો ડાયટમાં દૂધને એડ કરવાથી ફાયદો મળે છે. 

ડિપ્રેશનમાં દૂધ પીવુ કેટલુ ફાયદાકારક

તાજેતરમાં જ આ સંબંધિત એક સ્ટડીમાં કહેવામાં આવ્યુ છે કે તણાવ કે ડિપ્રેશનને દૂર કરવા માટે વિટામિન ડી યુક્ત ડેરી પ્રોડક્ટ્સનું સેવન લાભ કરે છે. ડેરી પ્રોડક્ટમાં મળતા પોષક તત્વ માનસિક ડિસઓર્ડરને દૂર રાખવામાં મદદ કરે છે. આ સાથે જ શરીરમાં વિટામિન ડી ની ઉણપથી મેન્ટલ ફિટનેસ પર ખરાબ અસર પડે છે. દરમિયાન જો શરીરને પૂરતા પ્રમાણમાં વિટામિન ડી ન આપવામાં આવે તો માનસિક બીમારી જેમ કે તણાવ, ડિપ્રેશન, એન્જાઈટી વગેરેમાં લાભ મળે છે. દૂધ સીધુ ડિપ્રેશન પર અસર કરતુ નથી પરંતુ તેની અંદરનું વિટામિન ડી ડિપ્રેશનના જોખમોને દૂર રાખવામાં મદદરૂપ સાબિત થાય છે.

ગાજર ખાવાથી પણ ફાયદો થશે

હેલ્થ એક્સપર્ટ અનુસાર માત્ર દૂધ જ નહીં ગાજરના સેવનથી પણ ડિપ્રેશનના લક્ષણોમાં ઉણપ આવે છે. ગાજરમાં મળતા બીટા કેરોટીન હતાશામાં ફાયદો પહોંચાડે છે અને તેનાથી મેન્ટલ ફિટનેસ પણ સારી થાય છે.

લીલા પાંદડાવાળી શાકભાજી પણ લાભદાયી

લીલા પાંદડાવાળી શાકભાજીમાં મળતા ફોલેટ ડિપ્રેશનથી બચાવમાં મદદરૂપ સાબિત થાય છે. આ શાકભાજીઓમાં મળતા પોષક તત્વ તણાવ અને માનસિક બીમારીને દૂર કરે છે. તેથી દરરોજ ડાયટમાં લીલા પાંદડાવાળી શાકભાજી જરૂર સામેલ કરવી જોઈએ. 


Google NewsGoogle News