પુરૂષોને પણ સતાવે છે ડાર્ક સર્કલ, આ ઘરેલું ઉપચારથી મિનિટોમાં જ દૂર
મોટા ભાગના લોકો એવું માનતા હોય છે કે, ડાર્ક સર્ક્લસની તકલીફ મહિલાઓને જ થતી હોય છે. ના, એવું નથી. પુરુષો પણ આ સમસ્યાથી પ્રભાવિત થતા હોય છે.
પુરુષોની ચહેરાની ત્વચા યુવતીઓની ત્વચાની સરખામણી કરતા થોડી સખત હોય છે. આજના યુવકો કલાકો સુધી મોબાઇલ અને કોમ્પ્યુટર પર સતત વ્યસ્ત રહેતા હોય છે. સાથેસાથે આંખની અને તેની આસપાસની ત્વચાની સુરક્ષાની દરકાર પણ કરતા હોતા નથી. આ જ કારણે આંખની આસપાસની નાજુક ત્વચા ડેમજ થવા લાગે છે.
વિટામિન E: આંખની આસપાસની ત્વચા પર કાળા કુંડાળા થઇ ગયા હોય તો તેને દૂર કરવા વિટામિન ઇ યુક્ત ક્રીમ લગાડવું જોઇએ. રાતના સૂતા પહેલા અને સવારે સ્નાન બાદ ચહેરા પર આ ક્રીમ લગાડવું.થોડા જ દિવસોમાં ફરક જણાશે.
થાકેલી આંખઃ કોમ્પ્યુટર પર સતત કામ કરવાથી આંખ જલદી થાકી જતી હોય છે. એવામાં રૂના પૂમડાને ગુલાબજળમાં ભીંજવી આંખ પર રાખવાથી રાહત મળશે અને આંખની આસપાસની ત્વચા પણ ડેમેજ નહીં થાય. આંખની ચારેબાજુ બટાકાની એક સ્લાઇસને ખમણીને લગાડવી. 10 મિનીટ બાદ ધોઇ નાખવું. નિયમિત કરવાથી ફાયદો થાય છે.
ગ્રીન ટી અથવા બ્લેક ટીઃ ઘરમાં વપરાતી ટી-બેગ આંખની આસપાસના કાળા કુંડાળાને દૂર કરવામાં ઉપયોગી છે. ગ્રીન ટી અથવા બ્લેક ટીની બેગનો વપરાશ થયા પછી ફ્રીજમાં રાખી દેવી. જ્યારે પણ સમય મળે ત્યારેઆ બેગને આંખ પર 10 મિનીટ રાખી શાંતિથી સૂઇ જવું. ટી બેગ્સને ફ્રીજમાંથી થોડી વાર પહેલા બહાર કાઢીને પછી જ આંખ પર રાખવી. ટી બેગ્સસ આંખના થાકને દૂર કરે છે તેમજ તેની સોડમ અને ઠંડકમાનસિક થાકમાં રાહત આપે છે.