Get The App

લોકોના ફેંકેલા ફાસ્ટફૂડના કારણે કાગડામાં વધ્યું બ્લડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ

Updated: Aug 28th, 2019

GS TEAM

Google News
Google News
લોકોના ફેંકેલા ફાસ્ટફૂડના કારણે કાગડામાં વધ્યું બ્લડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ 1 - image


નવી દિલ્હી, 28 ઓગસ્ટ 2019, બુધવાર

જેવું ભોજન તેવી વૃત્તિ તે વાત સૌ કોઈ જાણે છે. આપણે જે આહાર લઈએ છીએ તેની અસર સ્વાસ્થ્ય પર થાય છે. આ વાતને સમજતાં લોકો પોતાના આહાર પ્રત્યે સજાગ થાય છે અને એવી વસ્તુઓથી દૂર રહે છે જે તેમના માટે અનેક બીમારીનું કારણ બની શકે છે. જો તમે વધારે પડતી મીઠી વસ્તુઓ ખાતા હોય તો બ્લડ શુગર લેવલ વધી શકે છે. જો તમે કોલેસ્ટ્રોલવાળું ભોજન ખાઓ તો વજન વધે છે.

જોકે લોકો તો આ વાત સમજી અને ફાસ્ટફૂડ ખાવાનું ટાળે છે. પરંતુ પશુ પક્ષીઓ આ કામ કરી શકતા નથી. તાજેતરમાં થયેલા એક નવા સંશોધનમાં સ્પષ્ટ થયું છે કે શહેરોમાં રહેતા કાગડામાં કોલેસ્ટ્રોલનું સ્તર ગામડાના કાગડા કરતાં વધી રહ્યું છે !

પ્રાણીઓ પાસે સારું ભોજન પસંદ કરવાનો વિકલ્પ હોતો નથી. તેઓ એ વસ્તુઓ ખાઈને જ પેટ ભરે છે જે લોકો ફેંકી દેતા હોય છે. રિસર્ચર્સનું માનવું છે કે કાગડાઓમાં વધતી કોલેસ્ટ્રોલની સમસ્યાનું કારણ લોકોએ ફેંકેલા ચીઝબર્ગ છે.

આ રિસર્ચ કેલિફોર્નિયા શહેરથી ગામ તરફ આવેલા 140 કાગડાના બ્લડમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ચકાસ્યા બાદ કરવામાં આવી છે. આશ્ચર્યજનક વાત એ છે કે શહેરી વિસ્તારમાં રહેતા કાગડાના લોહીમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધારે હતું. 

કાગડા પર માણસના ભોજનની શું અસર થાય છે તે જાણવા માટે ન્યૂયોર્કની ગ્રામીણ આબાદીમાં માળા બનાવી રહેતા કાગડાને પણ ચકાસવામાં આવ્યા. તેમને ખાવા માટે ચીઝબર્ગર આપવામાં આવ્યા અને તેમની સાથે રહેતા કાગડાના કોલેસ્ટ્રોલ લેવલને ચકાસવામાં આવ્યું. જેમણે ચીઝબર્ગ ખાધું હતું તેમના શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધારે જોવા મળ્યું. 

રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે પક્ષીઓનો વિકાસ પ્રોસેસ્ડ ફૂડ ખાવાના કારણે નથી થઈ રહ્યો અને તેના નકારાત્મક પરિણામ પણ હોય શકે છે. શહેરી વિસ્તારોમાં જે ભોજન લોકો જંગલી પ્રાણીઓને આપે છે તેમાંથી કેટલુંક તેમના સ્વાસ્થ્ય માટે સારું છે જ્યારે કેટલુંક નથી. 

Tags :