કોરોનાના કારણે દુનિયાભરમાં કોન્ડોમની અછત સર્જાઇ, લોકોની સેક્સ લાઇફ પર લોકડાઉનની ખરાબ અસર
લોકડાઉનના કારણે કોન્ડોમના પ્રોડક્શન અને સપ્લાયની ચેઇન ખોરવાઇ
સેક્સ લાઇફ સંબંધી સમસ્યા માટે લોકો ડોક્ટરોની સલાહ લઇ રહ્યા છે
અમદાવાદ,તા. 7 મે 2020,ગુરુવાર
કોરોના વાયરસના કારણે લગભગ દુનિયાના તમામ
દેશોમાં લોકડાઉન તેમજ પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. જેના કારણે તમામ ઉદ્યોગો પણ
ઠપ થયા છે, જેમાં કોન્ડોમ બનાવતી કંપનીઓનો સમાવેશ પણ થાય છે. લોકડાઉનના કારણે
કોન્ડોમના પ્રોડક્શન અને સપ્લાયની ચેઇન પણ ખોરવાઇ ગઇ છે. જેના કારણે દુનિયાભરમાં
કોન્ડોમની અછત સર્જાઇ છે. માર્કેટમાં લોકોને હવે કોન્ડોમ મળવામાં મુશ્કેલી થઇ રહી
છે. કોન્ડોમનો જે સ્ટોક હતો તે છેલ્લા બે મહિના દરમિયાન પુરો થઇ ગયો છે.
ફેક્ટરીઓમાં પ્રોડક્શનનું કામ કોરોનાના કારણે બંધ છે, જેથી આવી સ્થિતિનું નિર્માણ
થયું છે.
તો બીજી તરફ લોકડાઉનના કારણે લોકોની સેક્સ લાઇફ
પર પણ ગંભીર અસરો થઇ રહી છે. ઘરમાં કેદ થયેલા લોકો માટે સેક્સ લાઇફ સંબંધી સમસ્યા
એટલી વધી ગઇ છે કે તેમને હવે ડોક્ટરોની સલાહ લેવી પડે છે. લોકો ડોક્ટરોને આ અંગે
અવનવા સવાલો કરી રહ્યા છે. કેટલાક લોકોને સમસ્યા છે કે તેમના પાર્ટનર તેમના પર
સંબંધ બનાવવાનું દબાણ કરે છે. તેમની ઇચ્છા ના હોવા છતા તેમને સંબંધ બનાવો પડે છે.
તો કેટલાક લોકોને તણાવ અને ટેંશનના કારણે સેક્સ લાઇફમાં પ્રશ્ન થઇ રહ્યો છે. તો
એવા લોકોની સંખ્યા પણ ઘણી વધારે છે જેઓ લોકડાઉનના આ સમયમાં ડિપ્રેશનનો શિકાર બન્યા
છે, જેની અસર તેમની સેક્સ લાઇફ પર પણ થઇ રહી છે.
ડોક્ટરોને સૌથી વધારે પુછાતો સવાલ તો એ છે કે
કોરોનાના આ સમયમાં સંબંધ બનાવતી વખતે કઇ કઇ વાતનું ધ્યાન રાખવું જોઇએ? આ સિવાય પણ ઘણી
બધી સમસ્યા છે, જેનો લોકો કોરોના અને લોકડાઉનના કારણે સામનો કરી રહ્યા છે. ડોક્ટરો
આવા લોકોને તેમની સમસ્યાનું સામાધાન આપી રહ્યા છએ, ઉપરાંત કામેચ્છાને કઇ રીતે
કાબૂમાં રાખવી તે પણ શીખવી રહ્યા છે.