Get The App

Weight Loss: શિયાળામાં વજન ઘટાડવા માટે કરો આ 3 પ્રકારના હેલ્ધી અને ટેસ્ટી સૂપનું સેવન

Updated: Dec 30th, 2023

GS TEAM

Google News
Google News
Weight Loss: શિયાળામાં વજન ઘટાડવા માટે કરો આ 3 પ્રકારના હેલ્ધી અને ટેસ્ટી સૂપનું સેવન 1 - image


Image Source: Freepik

અમદાવાદ, તા. 30 ડિસેમ્બર 2023 શનિવાર

શિયાળામાં વધુ ભૂખ લાગવી અને ઓછી શારીરિક પ્રવૃતિઓના કારણે લોકોનું વજન વધવા લાગે છે. દરમિયાન મોટાભાગના લોકો આ સીઝનમાં મેદસ્વીપણાનો શિકાર થઈ જાય છે જેના કારણે પોતાનું વજન જાળવવુ મુશ્કેલ થઈ જાય છે. સાથે જ ઠંડીની સીઝનમાં બહાર વર્કઆઉટ કરવુ અને જિમ જવુ ખૂબ મુશ્કેલ થઈ જાય છે.  

મિક્સ વેજિટેબલ સૂપ

પાલક, બ્રોકલી, ગાજર, બીટ, ટામેટા, શિમલા મિર્ચ, કોબીજ, આદુનો મિક્સ સૂપ ખૂબ મિનરલ અને પોષક તત્વોથી ભરપૂર હોય છે. સાથે જ આમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર, આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ, વિટામિન, પ્રોટીન અને મિનરલ્સ હોય છે. જે શિયાળામાં આપણા વેટ લોસની જર્નીને ખૂબ જ ટેસ્ટી, હેલ્ધી અને એનર્જેટિક બનાવે છે. એટલુ જ નહીં તેનાથી હેલ્થ સંબંધિત સમસ્યાઓને ખતમ કરવામાં પણ મદદ મળે છે.

ટામેટાનો સૂપ

આપણામાંથી મોટાભાગના લોકો ટામેટાનો સૂપ પીવાનું પસંદ કરે છે. ટામેટા ઘણા પ્રકારે વિટામિનથી યુક્ત હોય છે, જે આપણા શરીરને સ્વસ્થ જાળવી રાખવામાં મદદ કરે છે. તેને પીને પણ વેટ લોસ કરવામાં મદદ મળે છે. 

ગાજર અને બીટનો સૂપ

બીટા કેરોટીન યુક્ત ગાજર અને આયર્ન યુક્ત બીટથી બનેલો સૂપ આપણા બોડી શેપને પરફેક્ટ બનાવવાની સાથે આપણને આંતરિક શક્તિ આપે છે, જેનાથી આપણે હંમેશા એનર્જેટિક અનુભવીએ છીએ.

Tags :