Get The App

લાખ દુ;ખોની એક દવા કારેલા

Updated: May 30th, 2019

GS TEAM

Google News
Google News

કારેલા સ્વાદમાં કડવા હોવાથી ઘણાં લોકો તેને જોઈને મોં મચકોડે છે પણ આ શાકમાં લાખ તકલીફોને દૂર કરવાની તાકાત છે અને અહીં એ વિશેની જ સમજણ આપવામાં આવી છે.

લાખ દુ;ખોની એક દવા કારેલા 1 - image

ઘણી દવાઓમાં નાંખવામાં આવે છે

કારેલા ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણ ઇલાજ છે. વજન ઉતારવામાં પણ કારેલા મદદ કરે છે. આ વનસ્પિતનો ઉપયોગ અનેક દવાઓ બનાવવામાં પણ થાય છે. 

વિટામિન એ, બી અને સીથી ભરપુર

કારેલામાં એન્ટીઓક્સીડન્ટ હોય છે. જેમાં વિટામિન એ, બી અને સી હાજર હોય છે. જેમાં કેરોટીન, બીટા કેરોટીન. આયરન, ઝિંક. પોટેશિયમ, મેગ્નેશિયમ અને મેંગેનીઝ જેવા ગુણકારી તત્વો હોય છે. જે શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢે છે. રક્ત શુદ્ધિમાં કારેલાના રસમાં મરી પાવડર અને લીંબુનો રસ નાંખીને પીવામાં આવે છે. 

કોલેસ્ટ્રોલને ઘટાડી કબજીયાત દૂર કરે છે 

લોહીમાં શુગરનું પ્રમાણ ઘટાડવાની તાકાત કારેલામાં છે. તેના રસમાં વિટામિન સી હોય છે. તે પાચનશક્તિ વધારીને અપચાની તકલીફ મટાડે છે. રોજે તેનું સેવન કરવાથી લિવરની સમસ્યાઓ મટે છે. સાથે જ આંખોનું તેજ વધારે છે. 

Tags :