mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

શિયાળામાં જરૂરથી વધુ આદુ ખાનારા ચેતજો, જાણો તેની સાઇડ ઇફેક્ટ્સ

Updated: Feb 9th, 2024

શિયાળામાં જરૂરથી વધુ આદુ ખાનારા ચેતજો, જાણો તેની સાઇડ ઇફેક્ટ્સ 1 - image


Image Source: Freepik

અમદાવાદ, તા. 09 ફેબ્રુઆરી 2024 શુક્રવાર

આદુનો લગભગ દરેક ભારતીય ઘરમાં ઉપયોગ કરવામાં આવે છે. કોઈ વાનગી હોય કે ચા આદુ વિના સૌનો સ્વાદ અધૂરો લાગે છે. આ જ કારણ છે કે ભારતીય રસોડામાં આદુ જરૂર જોવા મળે છે. આ સ્વાદ વધારવાની સાથે જ આરોગ્યને પણ ખૂબ ફાયદો પહોંચાડે છે. આદુ આપણી ઈમ્યુનિટી વધારવા સાથે જ ઘણી આરોગ્ય સમસ્યાઓમાંથી રાહત અપાવવામાં પણ મદદ કરે છે પરંતુ કહેવાય છે કે કોઈ વસ્તુની અતિ નુકસાન પહોંચાડી શકે છે.

આદુ સાથે પણ આવુ જ છે. જરૂરથી વધુ તેનું સેવન ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. જો તમે પણ તે લોકોમાંથી એક છો જે ઘણી વખત વધુ આદુની ચા કે વધુ આદુ ખાવાનું પસંદ કરો છો તો તેના નુકસાન પણ જાણો. 

બ્લડ શુગર લેવલ ઘટાડે છે

અમુક અભ્યાસ અનુસાર આદુ બ્લડ શુગર લેવલ ઘટાડવામાં મદદ કરી શકે છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક હોઈ શકે છે. જોકે જો તમે ડાયાબિટીસની દવાઓ સાથે આદુ ખાય છે જે વધુ પ્રમાણમાં હાઈપોગ્લાઈસીમિયા હોઈ શકે છે જેમાં અસામાન્યરીતે બ્લડ શુગરનું સ્તર ઘટાડે છે.

પાચન સંબંધી સમસ્યાઓ

આદુના ખૂબ વધુ ઉપયોગથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. જેમાં છાતીમાં બળતરા, ગેસ, સોજો અને પેટ ખરાબ થવા જેવા લક્ષણ હોઈ શકે છે. આ સમસ્યાઓ તે લોકોમાં વધુ જોવા મળે છે જે ખાસ કરીને પાચન સમસ્યાઓથી પીડિત છે કે જેમનું પેટ સંવેદનશીલ છે.

બ્લડ ક્લોટિંગમાં તકલીફ

આદુમાં રહેલા એન્ટી-કોઆગુલેન્ટ કેમિકલ્સ લોહી ગંઠાઈ જવા સાથે સમસ્યાઓ પેદા કરી શકે છે. આદુના વધુ સેવનથી બ્લીડિંગનું જોખમ વધી શકે છે. ખાસ કરીને તે લોકોમાં જે પહેલેથી જ લોહીને પાતળુ કરવાની દવાઓનો ઉપયોગ કરી રહ્યા છે.

ઝાડા

ખૂબ વધુ આદુના સેવનથી ક્યારેક વિપરીત અસર થઈ શકે છે જે ઝાડાનું કારણ બને છે. આવુ એટલા માટે કેમકે આદુમાં પેટ સાફ કરવાની અને પાચનતંત્રને ઉત્તેજિત કરવાની શક્તિ હોય છે.

છાતીમાં બળતરા

આદુનો સામાન્યરીતે છાતીમાં બળતરા અને અપચાની સારવાર તરીકે ઉપયોગ કરવામાં આવે છે પરંતુ અમુક લોકોમાં તેના વધુ ઉપયોગથી લક્ષણ બગડી શકે છે. આદુના મસાલેદાર ગુણ ફૂડ પાઈપમાં બળતરા પેદા કરી શકે છે જેનાથી છાતીમાં દુખાવો કે બળતરા થઈ શકે છે.

એલર્જી

અમુક લોકોને આદુથી એલર્જી થઈ શકે છે. ખૂબ વધુ આદુ ખાવાથી તમે એલર્જિક રિએક્શન પ્રત્યે વધુ સંવેદનશીલ થઈ શકો છો જેનાથી શ્વાસ લેવામાં તકલીફ, સોજો, ખંજવાળ કે ત્વચા પર ચકામા થઈ શકે છે. જો તમને આદુથી એલર્જી થઈ જાય છે તો તાત્કાલિક ડોક્ટરની મદદ લો.

લો બ્લડ પ્રેશર

અમુક અભ્યાસ અનુસાર આ હાઈ બ્લડ પ્રેશરથી પીડિત લોકો માટે આદુ લાભદાયી સાબિત થઈ શકે છે. જોકે, જો તેને વધુ પ્રમાણમાં ખાવામાં આવે તો આદુ હાઈપોટેન્શન કે લો બ્લડ પ્રેશરનું કારણ બની શકે છે. ખાસ કરીને જ્યારે અન્ય બીપી ઘટાડનારી દવાઓની સાથે તેનો ઉપયોગ કરવામાં આવે છે. 

Gujarat