માસિક ધર્મની સમસ્યાઓને દૂર કરવા સેવન કરો લીલા ધાણાનું, જાણો લાભ
અમદાવાદ, 16 જુલાઈ 2019, મંગળવાર
ધાણાનો ઉપયોગ દરેક ઘરમાં થયા છે, કેટલીક વાનગીઓમાં સુકા ધાણાનો ઉપયોગ થાય છે તો કેટલાકમાં લીલા ધાણાનો ઉપયોગ થાય છે. લીલી ધાણાનો જ્યૂસ પીવાથી બાથરૂમમાં થતી બળતરા દૂર થાય છે. આ ઉપરાંત આંખની બળતરા, તરસ, ગેસ જેવી સમસ્યાથી પણ રાહત મળે છે. આ ઉપરાંત ધાણાનો ઉપયોગ કરવાથી કયા કયા લાભ થાય છે તે ચાલો જાણીએ.
આંખ માટે ગુણકારી
આંખ માટે ધાણા ગુણકારી હોય છે. થોડા ધાણા લઈ તેને પીસી અને પાણીમાં ઉકાળી લો. હવે એક કપડાથી તેને ગાળી લો અને બોટલમાં ભરી લો. આ પાણીના બે ટીપા રોજ આંખમાં નાખવાથી આંખની બળતરા, દુખાવો, પાણી પડવા જેવી સમસ્યાઓ દૂર થઈ જશે. નિયમિત રીતે ધાણાનો પ્રયોગ કરવાથી આંખનું તેજ પણ વધે છે.
માસિક ધર્મમાં લાભકારી
માસિક ધર્મમાં રક્તસ્ત્રાવ જો વધારે થતો હોય તો અડધા લીટર પાણીમાં 6 ગ્રામ ધાણાના બી અને થોડી સાકર ઉમેરી ઉકાળો. આ પાણી ઠંડુ થાય એટલે તેને પીવામાં ઉપયોગમાં લેવું. તેનાથી મહિલાઓની માસિકની સમસ્યા દૂર થાય છે.
ડાયાબિટીસમાં લાભ
ધાણા ડાયાબિટીસને પણ દૂર કરવામાં મદદ કરે છે. ડાયાબિટીસ જે વ્યક્તિને હોય તેમણે નિયમિત રીતે ધાણાનું જ્યૂસ પીવું જોઈએ તેનાથી રક્તમાં ઈંસુલિનની માત્રા નિયંત્રણમાં રહે છે.
ગેસ
જેમને ગેસની સમસ્યા રહેતી હોય તેમણે એક ગ્લાસ પાણીમાં બે ચમચી સૂકા ધાણા ઉમેરી ઉકાળી લેવા. આ પાણીના ત્રણ ભાગ કરી દિવસમાં ત્રણવાર તેનું સેવન કરવું.
ત્વચા માટે લાભકારી
ધાણાનો ઉપયોગ ત્વચા માટે લાભકારી હોય છે. તેનાથી ત્વચાના અનેક રોગ દૂર થાય છે. ત્વચાના રોગ થાય તો ધાણા તેમજ સાકરને બરાબર પ્રમાણમાં લઈ પીસી લો. એક ચમચી ચોખાના પાણી સાથે આ મિશ્રણને ઉમેરી રોગીને આપવું. તેનઆથી ત્વચાની સમસ્યા થોડા દિવસોમાં દૂર થઈ જશે.
શ્વાસના રોગ
શ્વાસના રોગ હોય તેના માટે પણ ધાણા લાભકારી હોય છે. ઉધરસ, દમ, શ્વાસ ફુલવા જેવી તકલીફમાં ધાણા અને સાકર બરાબર પ્રમાણમાં લઈ તેનું તસેવન કરવું.