mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

શું પુરૂષ અને મહિલામાં કાર્ડિયક અરેસ્ટના લક્ષણ અલગ હોય છે? જાણો હકીકત

Updated: Nov 23rd, 2023

શું પુરૂષ અને મહિલામાં કાર્ડિયક અરેસ્ટના લક્ષણ અલગ હોય છે? જાણો હકીકત 1 - image


Image Source: Freepik

અમદાવાદ, તા. 23 નવેમ્બર 2023 ગુરૂવાર

આજકાલ કાર્ડિયક અરેસ્ટના લક્ષણ સતત વધી રહ્યા છે. આવુ એટલા માટે કેમ કે ખરાબ જીવનશૈલીથી તમને હાર્ટ સંબંધિત સમસ્યા થવા લાગે છે. હાર્ટના દર્દીઓને કાર્ડિયક અરેસ્ટનું જોખમ વધુ રહે છે. આજકાલ યુવાનોમાં પણ કાર્ડિયક અરેસ્ટના પણ કેસ વધતા જોવા મળી રહ્યા છે. કાર્ડિયક અરેસ્ટ પુરુષ અને મહિલાઓ બંનેમાં હોઈ શકે છે પરંતુ શું તમને ખબર છે કે કાર્ડિયક અરેસ્ટના લક્ષણ પુરુષો અને મહિલાઓ બંનેમાં અલગ-અલગ નજર આવી રહ્યા છે. 

કાર્ડિયક અરેસ્ટ શું છે

કાર્ડિયક અરેસ્ટ હાર્ટ સંબંધિત ગંભીર સમસ્યા છે. આ દરમિયાન વ્યક્તિનું હૃદય અચાનકથી બ્લડ પંપ કરવાનું બંધ કરી દે છે. જેના કારણે બોડીના અંગોમાં બ્લડ અને ઓક્સિજનની સપ્લાય રોકાઈ જાય છે. કાર્ડિયક અરેસ્ટ આવવાની અમુક મિનિટ બાદ જ દર્દીનું મોત થઈ શકે છે. ઘણા લોકો કાર્ડિયક અરેસ્ટ અને હાર્ટ એટેકને એક જ સમજી બેસે છે પરંતુ આ બંને અલગ હોય છે. કાર્ડિયક અરેસ્ટ હાર્ટ એટેક કરતા વધુ જોખમી હોય છે.

મહિલાઓમાં કાર્ડિયક અરેસ્ટના લક્ષણ

શ્વાસ લેવામાં તકલીફ

પેટમાં ખૂબ દુખાવો થવો

ઉલટી અને ઉબકા

બેચેની

બેભાન 

છાતીમાં બળતરા અનુભવવી

પુરુષોમાં કાર્ડિયક અરેસ્ટના લક્ષણ

છાતીમાં દુખાવો થવો

શરીર નિર્જીવ બની જવુ

અચાનક પરસેવો થવો

શ્વાસ લેવામાં તકલીફ

ઉબકા

કાર્ડિયક અરેસ્ટની તકલીફમાં હૃદયના ધબકારા વધીને 300થી વધીને 400 સુધી પહોંચી જાય છે. જેના કારણે હાર્ટ કામ કરવાનું બંધ કરી દે છે અને શરીરની સપ્લાય બંધ થઈ જાય છે. આવામાં જો તમને તાત્કાલિક સારવાર ન મળે તો વ્યક્તિનો જીવ પણ જઈ શકે છે. તેથી આમાંથી કોઈ પણ લક્ષણ દેખાય તો તેને અવગણવા નહીં.

Gujarat