mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

કોરોનાની જેમ એકબીજાથી ફેલાઈ રહી છે ભૂલવાની બીમારી, નવા સંશોધનમાં ચોંકાવનારો ખુલાસો!

આ બીમારીમાં મગજમાં અસામાન્ય રીતે પ્રોટીન જમા થવા લાગે છે

અલ્ઝાઈમર રોજિંદી પ્રવૃતિઓની ક્ષમતાને ધીરે- ધીરે નબળી બનાવે છે

Updated: Jan 30th, 2024

કોરોનાની જેમ એકબીજાથી ફેલાઈ રહી છે ભૂલવાની બીમારી, નવા સંશોધનમાં ચોંકાવનારો ખુલાસો! 1 - image
Image Freepic

એક અભ્યાસમાં અલ્ઝાઈમરની બીમારી વિશે ચોકાવનારી હકીકતો સામે આવી રહી છે. નેચર જર્નલમાં પ્રકાશિત થયેલા એક રિપોર્ટ પ્રમાણે અકસ્માતના કારણે અલ્ઝાઈમરની બીમારી એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાય છે. જો કે, કોઈ વાયરસ અથવા બેક્ટેરિયાની જેમ હવાથી નથી ફેલાતો, પરંતુ કેટલીક પરિસ્થિતિમાં ચેપી બની શકે છે. 

અભ્યાસ પ્રમાણે 1958થી 1985 દરમ્યાન યુકેમાં કેટલાક દર્દીઓના અંગ ડોનેટ કરનારી પિટ્યુટરી ગ્લેંડ (Pituitary Gland)માંથી કાઢવામાં આવેલ હ્યુમન ગ્રોથ હોર્મોન (Human Growth Hormone)આપવામાં આવ્યું હતું, તે હોર્મોન દૂષિત હતું, જેના કારણે તે પછી કેટલાક દર્દીઓને અલ્ઝાઈમરનો રોગ થયો હતો.

અભ્યાસ શું કહે છે 

આ અભ્યાસમાં યુનિવર્સિટી કોલેજ લંડનના પ્રોફેસર જોન કૉલિંગે કહ્યું કે, અમે એ નથી કહીં રહ્યા કે, અલ્ઝાઈમરની બીમારી હવાથી નથી ફેલાય છે અને ન તો આ વાયરલ અથવા બેક્ટેરિયાના ઈન્ફેક્શનની જેમ ફેલાય છે. આ માત્ર ત્યારે જ થાય છે, જ્યારે અજાણતાંમાં લોકોને હ્યુમન ટિસ્યુની સાથે રસી લગાવવામાં આવે છે, જેમાં આ બીજ હોય છે.

અલ્ઝાઈમરની બીમારી શું છે

આ બીમારીનું સૌથી સામાન્ય કારણ છે, મગજમાં અસામાન્ય રીતે પ્રોટીન જમા થવા લાગે છે. જેના કારણે પ્લાક (Plaques) અને ટંગલ્સ Tangles)બનવા લાગે છે.  જેમ જેમ બીમારી વધે છે તેમ તેમ વ્યક્તિ યાદશક્તિ ગુમાવવા લાગે છે અને રોજના કાર્યોમાં મુશ્કેલીઓ અનુભવે છે. 

અલ્ઝાઈમરની બીમારીનો ઈલાજ 

અલ્ઝાઈમર રોજિંદી પ્રવૃતિઓની ક્ષમતાને ધીરે- ધીરે નબળી બનાવે છે.  ગંભીર વાત એ છે કે હાલમાં આ રોગનો કોઈ ઉપાય નથી. 

Gujarat