કોરોનાનો નવો વેરીએન્ટ ઓમિક્રોન એકસ બી બીએ ૩૫ દેશોમાં દેખાયો, WHO એ ચેતવ્યા
લાંબા સમય પછી કોરોનાના વાયરસના નવા અવતારથી ભયનો માહોલ
મહારાષ્ટ્રમાં એકસબીબી વેરિએન્ટના ૩૬ જેટલા કેસ ધ્યાનમાં આવ્યા
વોશિંગ્ટન,૧ નવેમ્બર,૨૦૨૨, શનિવાર
મહામારી તરીકે ભલે દુનિયામાં કોરોના વાયરસની અસર નગણ્ય બની હોય પરંતુ કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોન એકસ બીબીએ ચિંતા વધારી છે. કોરોનાનો નવો વાયરસ રુપ બદલીને નવા અવતારમાં દેખા દેવા લાગ્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ નવા વાયરસથી ચેતવવાની સલાહ આપી છે.
નવો વેરીએન્ટ જુના વાયરસની સરખામણીમાં ખૂબ ઝડપથી ફેલાય છે એટલું જ નહી તેની પ્રતિરોધ ક્ષમતા પણ વધારે છે. નિષ્ણાતોનું માનવું છે કે ઓમિક્રોનના બે અન્ય વેરિએન્ટસ બીએ ૨.૭૫ અને બીએ.૨.૧૦.૧નો વૈશ્વિક સ્તરે ૧.૩ ટકા જેટલો પ્રસાર છે અને ૩૫ દેશોમાં હાજરી નોંધાઇ છે. ભારતની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં એકસબીબી વેરિએન્ટના ૩૬ જેટલા કેસ ધ્યાનમાં આવ્યા છે.
આ વેરિએન્ટની પાવરફૂલ સંક્રમણ ક્ષમતા અંગે મહારાષ્ટ્ર કોવિડ ટાસ્કફોર્સે પણ ચેતવણી આપી છે.જો કે અત્યારે તો વેરિએન્ટ ગંભીર રોગોનું કારણ બને તેમ જણાતું નથી.લક્ષણો માઇલ્ડ જણાય છે તેમ થતાં સાવચેતી રાખવી જરુરી છે. વેકિસનનો બુસ્ટર ડોઝ લીધો હોય તો પણ હળવાશથી લેવા જેવો નથી. લોકોએ પોતાની ઇમ્યુનિટી વધે તે માટે પ્રયાસ કરવાની તથા એ પ્રકારની જીવનશૈલી અપનાવવી જરુરી છે.