Get The App

કોરોના રિપોર્ટ પોઝિટિવ છતાં 85 ટકા દર્દીઓને લક્ષણો નહિવત જોવા મળે છે ?

શરદી,તાવ જેવા કોઇ જ લક્ષણો જોવા ન મળતા હોય એવા અનેક દર્દીઓ

સાયલન્ટ દર્દીઓના રિપોર્ટ કરીને સારવાર આપવી એજ માત્ર ઉપાય

Updated: Apr 15th, 2020

GS TEAM

Google News
Google News
કોરોના રિપોર્ટ પોઝિટિવ છતાં 85 ટકા દર્દીઓને લક્ષણો નહિવત જોવા મળે છે ? 1 - image


કોરોના વાયરસનું સંક્રમણ દુનિયામાં ઓછાવત્તા પ્રમાણમાં બધે જ જોવા મળે છે પરંતુ આ વાયરસ થતી કોવિડ-19 ની બીમારીના લક્ષણો કયાંક રહસ્ય બનતા જાય છે. છેલ્લા કેટલાક સમયથી કોરોના પોઝિટિવ દર્દીઓમાં શારીરિક લક્ષણો જોવા મળતા નથી. દર્દી માટે આ સારી બાબત હશે પરંતુ આનાથી કોરોના વાયરસનું સંક્રમણ ફેલાવાની શકયતા ખૂબજ વધી જાય છે. આથી આવા સાયલન્ટ દર્દીઓને રિપોર્ટ કરીને સારવાર આપવી એજ માત્ર ઉપાય છે. ભારતમાં મહારાષ્ટ્રની વાત કરીએ તો શરદી,તાવ જેવા કોઇ જ લક્ષણો જોવા ન મળતા હોય એવા અનેક દર્દીઓ મળ્યા છે. 

રાજયમાં અત્યાર સુધી 2 હજારથી વધુ કોરોના સંક્રમિત દર્દીઓમાંથી 160 લાખ લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના સંક્રમણ અંગે એક ડોઝિયર તૈયાર કરવામાં આવ્યું છે જેમાં જેના પરીણામો પણ ઘણા ચોંકાવનારા છે. એક સર્વ સંમતિથી તથ્ય ઉભરીને એ આવ્યું એ છે કે 85 થી 90 ટકા દર્દીઓના કિસ્સામાં શરદી,તાવ અને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો ખૂબજ હળવા જોવા મળે છે. 

કોરોના રિપોર્ટ પોઝિટિવ છતાં 85 ટકા દર્દીઓને લક્ષણો નહિવત જોવા મળે છે ? 2 - image

પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ તેમ છતાં કોરોના વાયરસના કારણે મૃત્યુદર 6.85 ટકા જોવા મળે છે જે સમગ્ર ભારતમાં સૌથી વધુ છે. બીજી એક વાત પૂણેમાં એ પણ ધ્યાનમાં આવી છે કે થોડાક કલાક પહેલા સામાન્ય રીતે હસતા બોલતા હોય એવા દર્દીઓના મોત થયા છે. કોરોના વાયરસ સામે લડતા લોકોમાં ઓકસીજન સેચ્યુરેશન 90 ટકાથી પણ વધારે હોય એ પણ અચાનક મુત્યુની નજીક પહોંચી જતો હોવાનું બને છે. જે કોરોના વાયરસથી થતા કોવિડ-19થી કશીક જુદી જ પ્રકૃતિ ધરાવે છે કારણ કે કોરોનામાં દર્દીને વેન્ટીલેટરની જરુર પડતી હોય છે. ડોકટર્સ આને નબળા હાર્ટ અને કિડની ફંકશન સાથે જોડે છે. કેટલાક શબના હાર્ટ ટિશ્યૂઝમાં સોજો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. 

કોરોના સંક્રમણ માટે નાના બાળકો અને વૃધ્ધોની ખાસ કાળજી રાખવાની સલાહ આપવામાં આવે છે પરંતુ માતાના ગર્ભમા રહેલા બાળકને કોરોના સંક્રમણ થાય કે નહી એ જાણવું જરુરી છે. ઇન્ડિયન કાઉન્સિંલ ઓફ મેડિકલ રિસર્ચની નવી ગાઇડલાઇન મુજબ કેટલાક કેસમાં માલૂમ પડયું છે કે કોરોના વાયરસ SARS-Cov-2 હોવાથી માતાના ગર્ભમાં સંક્રમણ થઇ શકે છે. જો કે ગર્ભવતી મહિલાઓ તેનાથી કેટલી પ્રભાવિત થાય છે તે અંગે જાણકારી મેળવવાની બાકી છે. ગત મહિને જર્નલ ઓફ અમેરિકન મેડિકલ એસોસિએશનમાં ચીનના સંશોધકોએ કોરોના પોઝિટિવ 3 માતાના બાળકો પણ કોરોના સંક્રમણ ધરાવતા હોવાનું જણાવ્યું હતું પરંતુ  વિશ્વ આરોગ્ય સંસ્થાએ આ અંગે કશો ખૂલાસો કરીને કહયું નથી.

Tags :