60 સેકન્ડમાં જાણો તમારા હૃદયનું સ્વાસ્થ્ય કેવું છે, ઘરમાં જ કરો 3 સિમ્પલ ટેસ્ટ!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Heart health test at home: હાર્ટ હેલ્ધી છે કે નહીં અથવા હાર્ટના મસલ્સ નબળા તો નથી પડી ગયા તે જાણવા માટે લોકો ડોક્ટર પાસે જતા હોય છે અને બ્લડ ટેસ્ટ કરાવતા હોય છે. પરંતુ, કાર્ડિયોલોજિસ્ટના જણાવ્યા અનુસાર, હોસ્પિટલના ધક્કા ખાધા વિના ઘરે જ કેટલાક સરળ મૂવમેન્ટ્સની મદદથી હાર્ટની તંદુરસ્તી ચકાસી શકાય છે. ડોક્ટર 3 એવા ટેસ્ટ વિશે જણાવ્યું છે, જેના દ્વારા કાર્ડિયોવસ્ક્યુલર એન્ડ્યુરન્સ, મસ્કુલર સ્ટ્રેન્થ અને હાર્ટ રેટ રિકવરી સરળતાથી જાણી શકાય છે.
સીડીઓ ચઢવાનો ટેસ્ટ
આ ટેસ્ટ દ્વારા એરોબિક ક્ષમતા જાણી શકાય છે. ડોક્ટરના જણાવ્યા મુજબ, આ એક સિમ્પલ ચેલેન્જ છે જેમાં તમારે 60 સેકન્ડમાં રોકાયા વગર અને રેલિંગ પકડ્યા વિના 60 સીડીઓ ચઢવાની હોય છે. આ ઝડપ દરમિયાન શરીરના રિસ્પોન્સ પરથી કાર્ડિયાક એન્ડ્યુરન્સનો તુરંત ખ્યાલ આવે છે. જો તમારો શ્વાસ ન ફૂલાતો હોય, છાતીમાં દુખાવો ન થતો હોય અને તમે સરળતાથી સીડીઓ ચઢી શકો, તો તમારું હાર્ટ ખૂબ જ ફિટ છે.
ખુરશી પર બેસવા-ઉઠવાની કસોટી
આ બીજા ટેસ્ટ દ્વારા શરીરના નીચેના ભાગની તાકાત અને ફંક્શનલ મોબિલિટી ચકાસવામાં આવે છે, જે ખાસ કરીને 40 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે ખૂબ જ ઉપયોગી છે. આ ટેસ્ટ કરવા માટે એક સ્ટાન્ડર્ડ ખુરશી પર બેસીને તમારા હાથને છાતી પર વાળી લેવાના છે. ખુરશીના હેન્ડલ કે સપોર્ટ વગર જો તમે 40 વર્ષની ઉંમર પછી સતત 16 કરતા વધુ વખત બેસી અને ઊભા થઈ શકો છો, તો તમારી ફિટનેસ સારી છે. બીજી બાજુ, જો રિપીટેશન 14 કરતા ઓછા થાય, તો તમારી ફિઝિકલ કન્ડિશનમાં સુધારો કરવાની જરૂર છે.
હાર્ટ રેટ રિકવરી ટેસ્ટ
કોઈપણ સખત શ્રમ કે ભારે કામ કર્યા પછી હાર્ટ રેટ વધી જાય છે અને તે સામાન્ય થવામાં કેટલો સમય લે છે, તે આ ટેસ્ટ દ્વારા જાણી શકાય છે. આનાથી એ સ્પષ્ટ થાય છે કે શારીરિક મહેનત બાદ ઓટોનોમિક નર્વસ સિસ્ટમ કેટલી સારી રીતે રિકવર થાય છે. કાર્ડિયોલોજિસ્ટના મતે, 3થી 5 મિનિટ કાર્ડિયો કરો (જેમ કે દોડવું, સીડી ચઢવી અથવા ટ્રેડમિલ પર ચાલવું) અને તુરંત તમારી પલ્સ ચેક કરો. એક મિનિટ આરામ કર્યા બાદ ફરીથી હાર્ટ રેટ ચેક કરો. જો હાર્ટ રેટ 25 બીટ્સ કરતા વધુ ઘટી જાય, તો તેનો અર્થ એ છે કે તમારો હાર્ટ રેટ રિકવર ખૂબ જ શાનદાર છે. તેનાથી વિપરીત, જો ઘટાડો 12 બીટ્સ કરતા ઓછો હોય તો તે કાર્ડિયાક ફિટનેસ સારી ન હોવાનો સંકેત આપે છે.




