Get The App

અમદાવાદ: 'મારી દીકરીને ભૂલી જજે..', પ્રેમિકાના પિતા સામે નોંધાઈ ફરિયાદ, ધમકીથી કંટાળી યુવકે મોત વ્હાલું કર્યું હતું

Updated: May 6th, 2026

GS TEAM

Google News
Google News
self-destruction


Ahmedabad News: અમદાવાદના ઓઢવમાં આવેલા સુવાસ ઓરમ ફ્લેટમાં રહેતા 21 વર્ષીય આશિષ શાહ નામના યુવકે પાંચ મહિના પૂર્વે ગાંધીનગરની નભોઈ કેનાલમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ કેસમાં હવે નવો વળાંક આવ્યો છે અને મૃતકના પિતા દ્વારા ઓઢવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. 

પ્રેમિકાના પિતા સામે નોંધાઈ ફરિયાદ

પોલીસ ફરિયાદ મુજબ, આશિષની પ્રેમિકાના પિતા દ્વારા અપાતી સતત ધમકીઓ અને માનસિક ત્રાસથી કંટાળીને યુવકે મોતને વહાલું કર્યું હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસે હાલ યુવતીના પિતા વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી અને તપાસ શરૂ કરી છે. મહત્ત્વનું છે કે, યુવકે ગત 17 જાન્યુઆરીએ ગાંધીનગર ખાતે નભોઈ કેનાલમાં કૂદીને આપઘાત કર્યો હતો.

ધમકીથી કંટાળી યુવકે મોત વ્હાલું કર્યું હતું

મૃતક આશિષને અમરાઈવાડી વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે પ્રેમસંબંધ હતો. આ બાબતની જાણ યુવતીના પરિવારજનોને થતાં તેના પિતાએ આશિષને અવારનવાર ડરાવવાનું શરૂ કર્યું હતું. યુવતીના પિતા ફોન પર એવી ધમકી આપતા હતા કે, મારી દીકરીને ભૂલી જજે અને તેની સાથે કોઈ જ વાતચીત કરતો નહીં નહીંતર તને ચેનથી જીવવા નહીં દઉં અને તારી સામે પોલીસ ફરિયાદ કરીશ. આશિષના મોબાઈલની તપાસ દરમિયાન પોલીસને આવા ધમકીભર્યા મેસેજ અને કોલ રેકોર્ડિંગ્સ પણ મળી આવ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદ: બે વર્ષમાં 6 લગ્ન કરનારી મહિલા ઝડપાઈ, લાખો ખંખેરતી ‘લૂંટેરી દુલ્હન’ ગેંગને પકડવા પોલીસ બની ‘ડમી ગ્રાહક’

ગત જાન્યુઆરી માસમાં બનેલી આ ઘટનાનો એક હૃદયદ્રાવક વીડિયો પણ હાલ સામે આવ્યો છે. આપઘાતના દિવસે આશિષ તેના એક મિત્ર સાથે ગાંધીનગર નજીક નર્મદા કેનાલ પર પહોંચ્યો હતો. ત્યાંથી તે પોતાની ગર્લફ્રેન્ડ અને તેની એક સંબંધી યુવતી સાથે વીડિયો કોલ પર જોડાયેલો હતો. વાતચીત ચાલી રહી હતી આ દરમિયાન, આશિષે અચાનક ફોન ચાલુ રાખીને જ દોડીને કેનાલના ધસમસતા પ્રવાહમાં ઝંપલાવી દીધું હતું. આ લાઇવ આપઘાતનો વીડિયો અને મોબાઈલમાંથી મળેલા પુરાવાના આધારે યુવકને મરવા મજબૂર કરવાના આરોપીસર યુવતીના પિતા સામે ઓઢવ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.