વડોદરાના વાઘોડિયામાં વીજ કરંટ લાગતાં યુવકનું મોત, રક્ષાબંધન પહેલા ત્રણ બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો
Baroda News : વડોદરાના વાઘોડિયામાં રક્ષાબંધનના આગલા દિવસે ત્રણ બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં વાઘોડિયાના સરણેજ ગામમાં પાણીની મોટર શરૂ કરતી વખતે વીજ કરંટ લાગતાં 21 વર્ષીય યુવકનું મોત નીપજ્યું છે. સમગ્ર ઘટનાને લઈને મૃતકના પરિવારમાં શોકનો માહોલ છે.
વાઘોડિયામાં વીજ કરંટ લાગતાં યુવકનું મોત
મળતી માહિતી મુજબ, વાઘોડિયાના સરણેજ ગામનો રહેવાસી હિતેશ પરમાર પોતાના ઘરે પાણીની મોટર શરૂ કરી રહ્યો હતો, ત્યારે અચાનક હિતેશને કરંટ લાગ્યો હતો અને બેભાન થઈ ગયો હતો. આ પછી પરિવાર અને સ્થાનિકોએ તાત્કાલિક હિતેશને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, યુવકને સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: અમરેલીની શેત્રુંજી નદીમાં ડૂબી જવાથી યુવકનું મોત, 3 કલાકની જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યો
એકને એક દીકરાનું મોત થતાં પરિવાર દુઃખમાં ઘેરાયો હતો. જ્યારે રક્ષાબંધન પહેલા બહેનોએ પોતાના ભાઈને ગુમાવતા શોકમય માહોલ છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે મૃતક યુવકના મૃતદેહને પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.