ધ્રાંગધ્રામાં ટ્રેક્ટરના શોરૃમમાં વીજ શોકથી યુવકનું મોેત

અચાનક કરંટ લાગતા હોસ્પિટલે ખસેડાતા તબીબે મૃત જાહેર કર્યો, પરિવારમાં શોક
ધ્રાંગધ્રા - ધ્રાંગધ્રા શહેરના કુંભારપર વિસ્તારમાં રહેતા યુવકને હળવદ રોડ પર આવેલા ટ્રેકટરના શો રૃમમાં વીજશોક લાગતા મોત નીપજ્યું હતું.
ધ્રાંગધ્રાના કુંભારપરા વિસ્તારમાં રહેતા અને હળવદ રોડ પર આવેલા ટ્રેકટરના શોરૃમમાં નોકરી કરતા યુવક જયદિપ ચુનીલાલ જાદવને શોરૃમમાં વીજશોક લાગતા તાત્કાલીક સ્ટાફ દ્વારા યુવકને સારવાર અર્થે હોસ્પીટલ ખસેડવામાં આવ્યો હતો ત્યાં ફરજ પરના ડોક્ટરે યુવકને મૃત જાહેર કર્યો હતો. આ બનાવને પગલે લોકોના ટોળેટોળાં હોસ્પીટલ ખાતે ઉમટી પડયા હતા અને સમગ્ર બનાવથી શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.

