પંચમહાલના શહેરામાં ટ્રેક્ટર ખાબક્યું કેનાલમાં, 28 વર્ષીય ચાલકનું દબાઈ જવાથી મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Panchamahal News: રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે પંચમહાલના શહેરામાં ટ્રેક્ટર અચાનક કેનાલમાં ખાબકી જતાં 28 વર્ષીય ટ્રેક્ટર ચાલક યુવકનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. યુવકનું મોત થતાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો.
ટ્રેક્ટર કેનાલમાં ખાબકતાં ચાલકનું મોત
પંચમહાલના શહેરા તાલુકાના જુના ખાંધવા ગામે 28 વર્ષીય સુખા પ્રભાતભાઈ બારીઆ ખેતરમાં ધરું નાખીને ટ્રેક્ટર લઈને ઘરે પરત ફરી રહ્યો હતો. યુવક ટ્રેક્ટર લઈને પોતાની ઘરની પાછળના ભાગે આવેલી કેનાલવાળા રસ્તેથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન અચનાક ટ્રેકટર પલ્ટી મારી ગયું હતું અને કેનાલમાં જઈ પડતાં દુર્ઘટના સર્જાઈ હતી.
આ ઘટનામાં કેનાલમાં ટ્રેક્ટર ખાબકી જતાં યુવક ટ્રેક્ટર નીચે દબાઈ જતાં મોત નીપજ્યું હતું. જ્યારે રસ્તા પરથી પસાર થતાં સ્થાનિકોને આ મામલે જાણ થતાં પોલીસને બોલાવવામાં આવી હતી. અકસ્માતની ઘટનાને પગલે પોલીસ ઘટનાસ્થળે દોડી પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.








