ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, આજે બે જિલ્લામાં રેડ ઍલર્ટ, 27 જૂન સુધી થશે ધોધમાર વરસાદ
Rain Forecast, Gujarat : ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે આગામી 27 જૂન સુધી ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે આજે શનિવારે (21 જૂન) બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં અત્યંત ભારે વરસાદને પગલે હવામાન વિભાગે રેડ ઍલર્ટ જાહેર કર્યુ છે. આ સાથે આજે 27 જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી છે. રાજ્યમાં વરસાદનું જોર વધ્યું છે, ત્યારે ચાલો જાણીએ આગામી 6 દિવસ ક્યાં કેવો રહેશે વરસાદી માહોલ.
આજે 29 જિલ્લામાં અતિભારે વરસાદનું ઍલર્ટ
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે શનિવારે (21 જૂન) નવસારી, વલસાડ, સુરત, તાપી, નર્મદા, ડાંગ, કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે મોરબી, જામનગર, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, ભરુચ, અમરેલી, ભાવનગર, રાજકોટ, બોટાદ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
22 જૂનની આગાહી
આવતીકાલે રવિવારે (22 જૂન) કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે અતિભારે વરસાદનું ઑરેન્જ ઍલર્ટ અને તાપી, ડાંગ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મહીસાગર, દાહોદ, મોરબી, જામનગર, ખેડા, પંચમહાલ, આણંદ, રાજકોટ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.
23 જૂનની આગાહી
23 જૂને બનાસકાંઠા, અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડ જિલ્લામાં અતિભારે અને કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી, તાપી, સુરત, ડાંગ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મહીસાગર, દાહોદ, મોરબી, જામનગર, બોટાદ, ખેડા, પંચમહાલ, આણંદ, રાજકોટ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.
આ પણ વાંચો: આવતીકાલે રાજ્યમાં ગ્રામ પંચાયતની સામાન્ય અને પેટા ચૂંટણી માટે મતદાન, 25 જૂને પરિણામ
24 જૂનની આગાહી
24 જૂને બનાસકાંઠા, અમરેલી, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, નવસારી, વલસાડ, સુરત, તાપી, ડાંગ, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, ગાંધીનગર જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદને લઈને હવામાન વિભાગે ઍલર્ટ જાહેર કર્યું છે.
25-26 જૂનની આગાહી
25-26 જૂનના રોજ અમરેલી, ભાવનગર, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, આણંદ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, તાપી, સુરત, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
27 જૂનની આગાહી
27 જૂને 23 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે.