Get The App

ભાઈ સાથે લગ્ન કરાવવા તરૂણીનું મામીએ પતિ સાથે સુરતમાંથી અપહરણ કર્યું

Updated: May 17th, 2025

GS TEAM

Google News
Google News
ભાઈ સાથે લગ્ન કરાવવા તરૂણીનું  મામીએ પતિ સાથે સુરતમાંથી અપહરણ કર્યું 1 - image


પ્રેમલગ્ન બાદ પરિવારે અપનાવતી વેળા મુકેલી ગર્ભિત શરત મુજબ  મૂળ રાજકોટ જસદણના સાણથળીના વતની બંને પ્રેમલગ્ન કર્યા બાદ કાપોદ્રામાં સાડા ચૌદ વર્ષની તરૂણી મામા-મામી સાથે સામાન લેવા ગયા બાદ રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગઈ હતી 

 સુરત/ જસદણ : સુરતના કાપોદ્રામાં સાડા ચૌદ વર્ષની તરૂણી માનીતા મામા-મામી સાથે સામાન લેવા ગયા બાદ રહસ્યમય સંજોગોમાં ગુમ થવાની ઘટનામાં કાપોદ્રા પોલીસે અપહરણનો ગુનો તપાસ હાથ ધરી હતી.કાપોદ્રા પોલીસે આજરોજ તરૂણીનું અપહરણ કરનાર દંપતીને તેઓ તરૂણીને લઈને સુરત પરત આવતા ઝડપી પાડી તરૂણીને મુક્ત કરાવી હતી.પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે પ્રેમલગ્ન બાદ પરિવારે અપનાવતી વેળા મુકેલી ગર્ભિત શરત મુજબ ભાઈ સાથે લગ્ન કરાવવા તરૂણીનું માનીતી મામીએ પતિ સાથે અપહરણ કર્યું હતું.

સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા મૂળ સૌરાષ્ટ્રના રીક્ષા ચાલકે બે મહિના અગાઉ જ પોતાના ઘરની સામેનું મકાન એક મહિલાને ભાડે આપ્યું છે.મહિલાનો પતિ વતનમાં રહે છે.જયારે મહિલા તેની બે દીકરી અને બે દીકરા સાથે અહીં રહે છે.મહિલા તેના એક દીકરા અને દીકરી સાથે વતન ગઈ હોય 15 વર્ષનો દીકરો અને સાડા ચૌદ વર્ષની દીકરી સીમા ( નામ બદલ્યું છે ) જ અહીં હતા.દરમિયાન, ગત 4 એપ્રિલની સાંજે વેલંજા ખાતે રહેતા તેમના માનીતા મામા વિશાલ આર શિરોયા અને મામી કિંજલ ત્યાં આવ્યા હતા અને અમરોલીના અમારા ઘરે ફ્રીઝ અને બેડ પડેલા છે તે તમે વાપરવા લઈ જાવ તેમ કહી સામાનની સાફસફાઈ કરી તેને લેવા માટે સીમાને સાથે લઈને ગયા હતા.સાત વાગવા છતાં સીમા નહીં આવતા તેના ભાઈએ ફોન કર્યો તો મામીએ થોડીવારમાં આવીએ છીએ તેમ કહ્યું હતું.પણ આઠ વાગ્યા સુધી તેઓ નહીં આવતા અને બાદમાં ગત સવારે તેમનો ફોન બંધ થઈ જતા સીમાના ભાઈએ મકાન માલિકને જાણ કરતા તેમણે સીમાના મમ્મીને જાણ કરી હતી.તે સુરત આવે તે પહેલા મકાન માલિકે શિરોયા દંપતી વિરૂદ્ધ તરૂણીના અપહરણની ફરિયાદ નોંધાવતા સેકન્ડ પીઆઈ એમ.આર.સોલંકીએ તપાસ હાથ ધરી હતી.

દંપતી લીમડીમાં હોવાની માહિતી મળતા પોલીસની ટીમ રવાના થઈ હતી.પણ પોલીસ પહોંચે તે પહેલા તેઓ ત્યાંથી નીકળી ગયા હતા.દરમિયાન, કાપોદ્રા પોલીસે આજરોજ મળેલી માહિતીના આધારે 25  વર્ષીય વિશાલ રામજીભાઈ શિરોયા અને તેની 21વર્ષીય પત્ની કિંજલને તેઓ સીમા સાથે સુરત પરત ફરતા હતા ત્યારે ઝડપી લીધા હતા.મૂળ રાજકોટ જસદણના સાણથળીના વતની બંનેની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેમણે બંનેપ્રેમલગ્ન કર્યા હતા.તે સમયે તેમના પરિવારે તેમને અપનાવ્યા નહોતા.બાદમાં જયારે તેમની વચ્ચે સમાધાન થયું અને પરિવારે અપનાવ્યા ત્યારે કિંજલના પરિવારે ગર્ભિત શરત મૂકી હતી કે તેના ભાઈ કાંતિના લગ્ન માટે તેઓ છોકરી શોધે.ત્યારથી જ તેમની નજરમાં સીમા હતી.તેઓ સીમાને કોઈક રીતે લઈ જઈ કાંતિ સાથે લગ્ન કરાવવા માંગતા હતા.

Tags :