Gujarat

વડોદરાના અંકોડિયા ગામની સીમમાં યુવતીનો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા, પોલીસે તપાસ આદરી

By GS TEAM
10 Dec 20251 min read
TukuTouch Logo
વડોદરાના અંકોડિયા ગામની સીમ વિસ્તારમાં અવાવરૂ જગ્યાએથી એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. યુવતીના ગળાના ભાગે ઈજાના નિશાન હોવાથી હત્યાની આશંકા સેવાઈ રહી છે, ત્યારે સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી, યુવતીના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના અંકોડિયા ગામની સીમમાં યુવતીનો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા, પોલીસે તપાસ આદરી

Baroda News : વડોદરાના અંકોડિયા ગામની સીમ વિસ્તારમાં અવાવરૂ જગ્યાએથી એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. યુવતીના ગળાના ભાગે ઈજાના નિશાન હોવાથી હત્યાની આશંકા સેવાઈ રહી છે, ત્યારે સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી, યુવતીના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

વડોદરાના અંકોડિયા ગામની સીમમાં યુવતીનો મૃતદેહ મળ્યો

મળતી માહિતી મુજબ, વડોદરાના અંકોડિયા ગામની સીમ વિસ્તારમાં એક ખેતરમાંથી યુવતીનો મૃતહેદ જોવા મળતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી.  સમગ્ર મામલે તાલુકા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.  

આ પણ વાંચો: વડોદરામાં હાઇવે પર પોલીસે કાર રોકતા યુ-ટર્ન લઈ ભાગ્યો શખ્સ : સ્પેર વ્હીલમાં છુપાવેલા બિયરના 18 ટીન કબજે

સમગ્ર મામલે પોલીસે ઘટનાસ્થળ આસપાસના વિસ્તારના સીસીટીવી ચકાસવાની કામગીરી હાથ ધરી છે. જોકે, યુવતીની ઓળખ થઈ નથી. યુવતીના મોત પાછળનું કારણ જાણવા અને કોણ છે આરોપી, તેને લઈને પોલીસે તપાસના ધમધમાટ શરૂ કર્યા છે.