Gujarat

વડોદરામાં હાઇવે પર પોલીસે કાર રોકતા યુ-ટર્ન લઈ ભાગ્યો શખ્સ : સ્પેર વ્હીલમાં છુપાવેલા બિયરના 18 ટીન કબજે

By GS TEAM
10 Dec 20251 min read
TukuTouch Logo
વડોદરાના હાઇવે પર પોલીસને જોતા યુ ટર્ન લઇ સયાજીપુરા ગામ ખાતે બિયરના જથ્થા સાથેની કાર કાર પાર્ક કરી અજાણ્યો શખ્સ નાસી છૂટ્યો હતો. કપૂરાઈ પોલીસે પ્રોહિબિશનની કલમો હેઠળ ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ શરૂ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં હાઇવે પર પોલીસે કાર રોકતા યુ-ટર્ન લઈ ભાગ્યો શખ્સ  : સ્પેર વ્હીલમાં છુપાવેલા બિયરના 18 ટીન કબજે

Vadodara Police : વડોદરાના હાઇવે પર પોલીસને જોતા યુ ટર્ન લઇ સયાજીપુરા ગામ ખાતે બિયરના જથ્થા સાથેની કાર કાર પાર્ક કરી અજાણ્યો શખ્સ નાસી છૂટ્યો હતો. કપૂરાઈ પોલીસે પ્રોહિબિશનની કલમો હેઠળ ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ શરૂ કરી છે.

વડોદરા શહેરના આજવા–નિમેટા રોડ પર પોલીસે સફેદ રંગની કારમાં દારૂનો જથ્થો લઈ જતા શખ્સને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસને જોતા કાર ચાલકે યુ-ટર્ન લઈ સયાજીપુરા ગામ તરફ દોડાવતાં પોલીસ ટીમે પીછો કર્યો હતો. કાર ચાલક સયાજીપુરાના ફ્રુટ માર્કેટ નજીક ફરસાણની દુકાન આગળ કાર પાર્ક કરી નાસી છૂટ્યો હતો. પોલીસને કારનો આગળનો કાચ તૂટેલો જોવા મળ્યો હતો. તપાસ કરતાં કારના પાછળના ભાગમાં સ્પેર વ્હીલમાં સંતાડેલા બિયરના 18 ટીન મળ્યા હતા, જેની કિંમત રૂ.4,500 થાય છે. કપુરાઈ પોલીસે કાર અને દારૂનો જથ્થો મળી કુલ રૂ.5,04,500નો મુદ્દામાલ કબજે કર્યો છે. કારના નંબરના આધારે અજાણ્યા આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે અને પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.