Gujarat
લાલપુરના સેતાલુસ ગામમાં દુકાનદાર યુવાન પર કુહાડી વડે હુમલો
By GS TEAM
14 Nov 20251 min read
પોતાની પત્ની સામે આરોપી કતરાઈને જોતો હોવાથી ઠપકો આપવા જતાં આ હિંચકારો હુમલો કરાયો
Summarized by AI; it may make mistakes. Check important info
પોતાની પત્ની સામે આરોપી કતરાઈને જોતો હોવાથી ઠપકો આપવા જતાં આ હિંચકારો હુમલો કરાયો
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Crime : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સેતાલુસ ગામમાં રહેતા અને મચ્છીની દુકાન ચલાવતા અકબર કાસમભાઈ સુંભણીયા નામના 32 વર્ષના યુવાને પોતાના ઉપર કુહાડા વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે રવિ કાળુભાઈ દેવીપુજક નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાનની પત્ની પોતાની દુકાનમાં માછલી વેચવાનું કામ કરી રહી હતી, જે દરમિયાન આરોપીએ આવીને પોતાના મોબાઈલ સાથે અસલીલ હરકતો કરી હતી, અને પત્નીની પજવણી કરી હતી. જેથી તેને ઠપકો આપવા જતાં આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.