સિવિલ ખાતે કોવિડ હોસ્પિટલમાં 7મા માળે હોલમાં પડતા યુવાનનું મોત
બીજીવાર લોકાર્પણ થયાના બીજા જ દિવસે ઘટનાઃ આઠ દિવસ પહેલા એક્ઝિક્યુટીવ એન્જિનિયર પટકાયા હતા
કોવિડ હોસ્પિટલના લોકાર્પણ થયાના બીજા દિવસે
સુરતતા.18.જુલાઇ.2020 શનિવાર
કોવિડ હોસ્પિટલમાં 8 દિવસ પહેલા 10મા માળેથી નીચે પટકાતા એક્ઝિક્યુટિવ એન્જિનિયરનુ મોત થયુ હતુ. બાદમાં કોવિડ હોસ્પિટલના લોકાર્પણ થયાના બીજા દિવસે એટલે આજે સાજે સાતમાં માળે કામ કરતા સીડી પરથી હોલમાં પટકાતા યુવાનને ભેટતા ચકચાર મચી જવા પામી હતી.
સુરત શહેરમાં કોરોના કેસ રોજ વધી રહ્યા છે. તેવા સમયે સિવિલ ખાતેની સ્ટેમસેલ બિલ્ડીંગને કોવિડ હોસ્પિટલ બનાવાઇ રહી છે. યુદ્ધના ધોરણે તંત્ર દ્વારા કામગીરી ચાલી રહી છે.જોકે શુક્રવારે કોવિડ હોસ્પિટલ ઓન લાઇન લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ.જોકે ત્યાં થાડુ બાકી રહેલુ કામગીરી ત્યાં જોર શોરથી ચાલી રહી હતી.જોકે આજે સાંજે કોવિડ હોસ્પિટલના સાત માળે હોલમાં વિપુલભાઇ નવીનભાઇ મકાવાલા(ઉ.વ-૩૮-રહે-હરીનગર,ઉધના) સીડી પર ચઢીને ડ્રીલીગ કામ કરતા હતા.તે સમયે અચાનક તે નીચે પટકાયા હતા.જેથી તેમને તરત સારવાર માટે સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા . જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા.વિપુલભાઇને એક સંતાન છે.તે વાયરમેન સહિતનું કામ સાથે સંકળાયેલા હતા.
નોધનીય છે કે ૮ દિવસ પહેલા કોવિડ હોસ્પિટલના ૧૦ માટે સુપરવિઝન કરવા ગયેલા પી.આઈ.યુ વિભાગના ઈલેક્ટ્રીક વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયર જશવંતભાઈ વસરામભાઇ શિહોરા ( ઉ.વ-૫૬. રહે,મિરા મહલ, સરગમ સોપીંગ સેન્ટર પાસે પાર્લે પોઇન્ટ ) હોસ્પિટલના પાછળના ભાગમાં કોઈ ઉપરના માળેથી તે નીચે પટકાતા ગંભીર ઇજા થતા મોતને ભેટયા હતા.બાદમાં આજે વધુ એક વ્યકિત મોતને ભેટયો હતો.
...