Gujarat

ગુજરાતના 10થી વધુ જિલ્લામાં યલો-ઑરેન્જ ઍલર્ટ, 6 દિવસ ધોધમાર વરસાદની આગાહી

By GS TEAM
27 Jun 20252 mins read
TukuTouch Logo
ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 3 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. આજે (27 જૂન) રાજ્યના 28 જિલ્લામાં ઍલર્ટ છે. જેમાં કચ્છ, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યુંં છે. જ્યારે આગામી 1 જુલાઈ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં અને 2-3 જુલાઈ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. ચાલો જાણીએ આગામી 6 દિવસ ક્યાં કેવો રહેશે વરસાદી માહોલ.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતના 10થી વધુ જિલ્લામાં યલો-ઑરેન્જ ઍલર્ટ, 6 દિવસ ધોધમાર વરસાદની આગાહી

Rain Forecast: ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 3 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. આજે (27 જૂન) રાજ્યના 28 જિલ્લામાં ઍલર્ટ છે. જેમાં કચ્છ, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યુંં છે. જ્યારે આગામી 1 જુલાઈ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં અને 2-3 જુલાઈ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. ચાલો જાણીએ આગામી 6 દિવસ ક્યાં કેવો રહેશે વરસાદી માહોલ. 


6 દિવસ ધોધમાર વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે (28 જૂન) કચ્છ, બનાસકાંઠા, જામનગર, દેવભૂમિ દ્વારકામાં ઑરેન્જ ઍલર્ટ અને રાજકોટ, મોરબી, પાટણ, સાબરકાંઠા, નવસારી, વલસાડ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે. 

29-30 જૂનની આગાહી

આગામી 29-30 જૂનના રોજ કચ્છ, અમરેલી, ગીર સોમનાથ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, છોટા ઉદેપુર, નર્મદા, જૂનાગઢ, પોરબંદર જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદનું ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

1 જુલાઈની આગાહી

1 જુલાઈના રોજ નવસારી, વલસાડમાં ઑરેન્જ ઍલર્ટ અને અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, નર્મદા, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કરાયું છે. 

2 જુલાઈની આગાહી

આગામી 2 જુલાઈથી રાજ્યભરમાં વરસાદનું જોર વધતું જોવા મળશે. 2 જુલાઈએ 20 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર જિલ્લામાં અતિભારે વરસાદનું ઑરેન્જ ઍલર્ટ અને કચ્છ, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, અમરેલી, ભાવનગર જિલ્લામાં ભારે વરસાદનું હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યુંં છે. 

આ પણ વાંચો: 148મી રથયાત્રા LIVE: ત્રણેય રથનું નિજ મંદિર તરફ પ્રસ્થાન, અમદાવાદના રસ્તા પર માનવ મહેરામણ

3 જુલાઈની આગાહી

3 જુલાઈના રોજ ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, મહેસાણા, પાટણ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, બોટાદ, ભાવનગર, અમરેલી જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.