Gujarat

કચ્છના નાના રણમાં કુદરતનો ચમત્કાર: વચ્છરાજ બેટ પાસે જોવા મળ્યું વિશ્વનું સૌથી નાનું શિયાળ

By GS TEAM
3 May 20262 mins read
TukuTouch Logo
કચ્છના નાના રણમાં જૈવવિવિધતાનો એક અનોખો નમૂનો જોવા મળ્યો છે. ઘુડખર અભયારણ્યની ટીમ જ્યારે વચ્છરાજ બેટના પાછળના ભાગમાં પેટ્રોલિંગ કરી રહી હતી, ત્યારે વિશ્વનું સૌથી નાનું કદ ધરાવતું શિયાળ એટલે કે 'ફેનેક ફોક્સ' કેમેરામાં કેદ થયું છે. ગુજરાતમાં શિયાળ લુપ્ત થતી પ્રજાતિમાંનું એક ગણાય છે, ત્યારે આ દુર્લભ પ્રાણી દેખાતા વન વિભાગે તપાસ તેજ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કચ્છના નાના રણમાં કુદરતનો ચમત્કાર: વચ્છરાજ બેટ પાસે જોવા મળ્યું વિશ્વનું સૌથી નાનું શિયાળ

Fennec Fox In Kutch: કચ્છના નાના રણમાં જૈવવિવિધતાનો એક અનોખો નમૂનો જોવા મળ્યો છે. ઘુડખર અભયારણ્યની ટીમ જ્યારે વચ્છરાજ બેટના પાછળના ભાગમાં પેટ્રોલિંગ કરી રહી હતી, ત્યારે વિશ્વનું સૌથી નાનું કદ ધરાવતું શિયાળ એટલે કે 'ફેનેક ફોક્સ' કેમેરામાં કેદ થયું છે. ગુજરાતમાં શિયાળ લુપ્ત થતી પ્રજાતિમાંનું એક ગણાય છે, ત્યારે આ દુર્લભ પ્રાણી દેખાતા વન વિભાગે તપાસ તેજ કરી છે.

શું છે આ શિયાળની વિશેષતા?

વન વિભાગ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં આ શિયાળ ‘ફેનેક’ પ્રજાતિનું હોવાની શક્યતા છે. 

•સામાન્ય શિયાળ કરતા આ પ્રજાતિ ઘણી નાની હોય છે. તેનું વજન માત્ર એક કિલો અને લંબાઈ આશરે એક ફૂટ જેટલી હોય છે.

•તેનો રંગ આછો પીળો કે બદામી હોય છે, જે રણની રેતી સાથે ભળી જાય છે.

•આ શિયાળ મુખ્યત્વે ઉંદર, પક્ષીઓ, ઈંડા, ગરોળી અને નાના જંતુઓનો આહાર કરે છે.

•તપાસ દરમિયાન વિસ્તારમાં ઊંડા ખાડા મળી આવ્યા છે, જે દર્શાવે છે કે આ પ્રાણી લાંબા સમય સુધી જમીનમાં ખાડા ખોદીને વસવાટ કરે છે.

આ પણ વાંચો: કચ્છમાં 10 વર્ષે જન્મેલું ઘોરાડનું બચ્ચું ગુમ! શિકાર કરાયાની આશંકા, 'ઓપરેશન એગ ટ્રાન્સફર' માટે આંચકાજનક ઘટના

ગુજરાતમાં સંખ્યા માત્ર 153

વન વિભાગના આંકડા મુજબ, હાલમાં રણ વિસ્તારમાં માત્ર 153 જેટલા શિયાળોની સંખ્યા નોંધાયેલી છે. ઘુડખર અભયારણ્યના ફોરેસ્ટ અધિકારી બી.એમ. પટેલે જણાવ્યું કે, 'આ પ્રજાતિ ગુજરાતમાં ખૂબ ઓછી જોવા મળે છે. તેના કદ અને ખાડા ખોદવાની આદતોના આધારે હાલ સઘન તપાસ ચાલી રહી છે.'

શા માટે આ બાબત મહત્ત્વની છે?

સામાન્ય રીતે ફેનેક ફોક્સ ઉત્તર આફ્રિકાના સહારાના રણમાં જોવા મળે છે, જ્યારે ગુજરાતના રણમાં ડેઝર્ટ ફોક્સ કે ઈન્ડિયન ફોક્સ વધુ જોવા મળે છે. જો તપાસના અંતે આ પ્રાણી ખરેખર ફેનેક પ્રજાતિનું સાબિત થશે, તો તે વન્યજીવ સૃષ્ટિ માટે અત્યંત અસાધારણ અને મહત્ત્વપૂર્ણ ઘટના ગણાશે. વન વિભાગ હવે આ દિશામાં વધુ વૈજ્ઞાનિક પુરાવા એકત્રિત કરી રહ્યું છે.