વર્લ્ડ ફિઝિયોથેરેપી ડે : ઘૂંટણના દુખાવાનું પ્રમાણ વધ્યું, 40% વૃદ્ધોને ફિઝિયોથેરેપીની જરૂર
World Physiotherapy Day: દર વર્ષે 8 સપ્ટેમ્બરે સમગ્ર વિશ્વમાં વર્લ્ડ ફિઝિયોથેરેપી ડેની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ વર્ષે હેલ્ધી એજિંગ એટલે કે વૃદ્ધાસ્થામાં શારીરિક તંદુરસ્તી-કસરત દ્વારા ગુણવત્તાયુક્ત જીવન પર ભાર મુકવામાં આવ્યો છે અને આ થીમ પર સમગ્ર વિશ્વમાં ફિઝિયોથેરેપી ડે ઉજવાઈ રહ્યો છે. ફિઝિયોથેરેપી ફિલ્ડમાં દેશ અને દુનિયામાં અનેક સરવે થયા છે ત્યારે એક સરવે મુજબ દર પાંચ વૃદ્ધમાંથી એક વૃદ્ધને પડી જવાથી ઈજા થાય છે અને ફિઝિયોથેરેપીની જરૂર પડે છે.
સરવે મુજબ 60થી 70 વર્ષ બાદ વૃદ્ધાવસ્થાને લીધે શારીરિક નબળાઈ
ગુજરાત યુનિ.સંલગ્ન ફિઝિયોથેરેપી કોલેજના ફેકલ્ટી દ્વારા કરાયેલા સરવે મુજબ વૃદ્ધોમાં ધુંટણના દુખાવાનું પ્રમાણ ઘણું વઘ્યુ છે. 200 વૃદ્ધો પર થયેલા સરવેમાં 42%ને ધુંટણનો દુખાવો હતો.
એએમસી મેડિકલ ટ્રસ્ટ સંચાલિત એસવીપી હોસ્પિટલ કેમ્પસની ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન એસબીબી કોલેજ ઓફ ફિઝિયોથેરેપીના ડૉ. મેઘા શેઠ અને ડૉ. નેહલ શાહ દ્વારા વૃદ્ધો પર જુદા જુદા ફીઝિકલ ફીટનેસ સરવે કરવામા આવ્યા હતા. જેમાં 200 વૃદ્ધોના સરવેમાં ઘ્યાને આવ્યુ હતું કે 42% વૃદ્ધોને ધૂંટણનો દુખાવો છે, જ્યારે 29%ને પીઠદર્દની તકલીફ હતી. 14% સીનિયર સીટિઝનને ખંભાના દુખાવાનો અને 14%ને ગરદનના દુખાવાની તકલીફ હતી. આ ઉપરાંત 200 વૃદ્ધો પર શારીરિક નબળાઈ (પ્રીવલેન્સ ઓફ ફ્રેઈલ્ટી)ને લઈને કરાયેલા સરવેમાં ઘ્યાને આવ્યુ હતું કે 26.5% વૃદ્ધો વૃદ્ધાસ્થાને લીધે શારીરિક નબળાઈ અનુભવે છે. જેમાં 36.77% મહિલાઓ અને 18.6% પુરુષો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં મેઘો મહેરબાન, ભારે વરસાદના લીધે 4 જિલ્લામાં રજા જાહેર, અનેક રસ્તા બંધ
ઘૂંટણના દુખાવાનું પ્રમાણ વઘ્યું : 40% વૃદ્ધોને ફિઝિયોથેરાપીની જરૂર
75થી 70ની વય બાદ 50%થી વઘુ વૃદ્ધોને કોઈને કોઈને કોઈ કારણથી ફિઝિયોથેરેપિસ્ટની જરૂર પડે છે. નેશનલ એલાઈડ એન્ડ હેલ્થકેર કમિશનના ચેરરમેન અને ફીઝિયોથેરાપિસ્ટ ડૉ. યજ્ઞાશુક્લાએ જણાવ્યુ હતું કે સ્ટડી મુજબ દર પાંચ વૃદ્ધ વ્યક્તિએ એક વૃદ્ધ પડી જાય છે અને જેનાથી હાડકું ભાંગતા કે ગંભીર ઈજા થતા માનસિક રીતે પડી ભાંગે છે અને આત્મવિશ્વાસ ગુમાવી દે છે. જેથી સ્વસ્થ ઘડપણ જરૂર છે અને જે માટે કોઈ પણ દુખાવા વિના ફિઝિયોથેરેપી કે શારીરિક કસરતની જરૂર છે.
ગુજરાતમાં હાલ 22 હજારથી વઘુ પ્રોફેશનલ્સ ફિઝિયોથેરેપિસ્ટ છે. એસોસિએશનના મતે દેશમાં દોઢ લાખ જેટલા ફિઝિયોથેરેપી પ્રોફેશનલ્સની જરૂર છે. નેશનલ કમિશન દ્વારા હવે નવા નિયમો મુજબ દેશના તમામ રાજ્યોમાં ફિઝિયોથેરેપિસ્ટનું ફરજીયાત રજિસ્ટ્રેશન પણ થનાર છે.