વિશ્વ સિંહ દિવસ: એક સમયે ગીર સુધી સીમિત સિંહોનું હવે આખા સૌરાષ્ટ્રમાં સામ્રાજ્ય
World Lion Day: દર વર્ષે 10મી ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે અગાઉ ગીર જંગલના 1412 ચો.કિ.મી.ના એરિયામાં જ દેખાતા સિંહો હવે 35000 ચો.કિ.મી. એરિયામાં સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જોવા મળે છે. ગીર જંગલ ટૂંકુ પડતા સિંહ માત્ર જંગલ બહાર નીકળતા જ નથી પરંતુ, અન્ય જિલ્લામાં અનુકૂળ તમામ હવામાન હોય તે વસે જાય છે. જેમાં બરડાં ડુંગરમાં વર્ષ 2023માં એક પુખ્તવયનો સિંહ કુદરતી રીતે પ્રવેશ્યો હતો અને વર્ષ 2025ની ગણતરી મૂજબ હાલ 17 સિંહો વસી રહ્યાનું સામે આવ્યું છે.
સિંહોને જંગલ બહાર વસાવવાના પ્રોજેક્ટ લાયન હજુ ધીમી ગતિએ
સિંહને ગમ્યો તે બરડો વિસ્તારમાં 650થી વધુ જાતિની વનસ્પતિ, શાકાહારી ઘાસ, ઈમારતી વૃક્ષો, ચિતલ, સાંભર, નિલગાય, શાહુડી, જંગલી ભૂંડ, ઝરખ, દીપડાં વારંવાર જોવા મળે છે, ગીધ, ગરુડ, નિલગાય તેવા 260થી વધુ જાતિના પક્ષીઓ છે. વર્ષ 1879 પહેલાના સિંહ આ વિસ્તારમાંથી લુપ્ત થઈને ફરી આ વિસ્તારોમાં આવ્યા છે.
આ પણ વાંચો: ભાવનગર જિલ્લાના 4 તાલુકા વિસ્તારને સિંહ પરિવારોએ અપનાવ્યો
દાયકોઓ પહેલા સિંહો સિરીયા સહિત અન્ય દેશોમાં તેમજ હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાં જોવા મળતા હતા. પરંતુ કાલક્રમે સિંહ ગીરમાં જૂનાગઢ, સિમનાથ, અમરેલી ઉપરાંત બોટાદ, ભાવનગર, પોરબંદર, દ્વારકા અને ક્યારેક રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર જિલ્લામાં પણ જોવા મળતા રહ્યા છે. સિંહોને જંગલ બહાર વસાવવાના પ્રોજેક્ટ લાયન હજુ ધીમી ગતિએ છે.
ગુજરાતમાં સિંહોની વસ્તી
રાજકોટમાં આજી ડેમ ખાતે ઝૂ હતું ત્યારથી સિંહને અન્યનું પર્યાવરણ માફક આવ્યું છે, અત્યાર સુધીમાં અહીં 50 સિંહો જન્મ્યા તે દેશના અન્ય ઝૂને અદલાબદલી પદ્ધતિએ આપીને અસંખ્ય નવતર પ્રાણી, પંખીઓ અત્રે લાવીને આ ઝૂ સમૃદ્ધ બનાવી શકાયું છે. જેના પગલે હવે ઝૂની બાજુમાં રાંદરડા તળાવના કાંઠે વિશાળ જગ્યામાં લાયન સફારીનું કામ ચાલી રહ્યું છે. જો કે આ પ્રોજેક્ટમાં ગતિ મંદ રહી છે.