Gujarat

અમદાવાદ: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન દુર્ઘટના, મજૂરને ગંભીર ઈજા થતાં વટવા રિંગરોડ પાસે શ્રમિકોનો હોબાળો

By GS TEAM
28 Feb 20261 min read
TukuTouch Logo
અમદાવાદના વટવા રિંગરોડ પાસે ચાલી રહેલી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન દુર્ઘટનામાં એક મજૂરને ગંભીર ઈજા થતાં અન્ય મજૂરોએ હોબાળો મચાવ્યો હતો. જેને લઈને વટવા રિંગરોડ પર આવેલા ફ્લાયઓવરની નીચે મજૂરો એકત્ર થયા ગઈ હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન દુર્ઘટના, મજૂરને ગંભીર ઈજા થતાં વટવા રિંગરોડ પાસે શ્રમિકોનો હોબાળો

Labourer Injured At Bullet Train Project Site Ahmedabad : અમદાવાદના વટવા રિંગરોડ પાસે ચાલી રહેલી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન દુર્ઘટનામાં એક મજૂરને ગંભીર ઈજા થતાં અન્ય મજૂરોએ હોબાળો મચાવ્યો હતો. જેને લઈને વટવા રિંગરોડ પર આવેલા ફ્લાયઓવરની નીચે મજૂરો એકત્ર થયા ગઈ હતા. 


મજૂરને ગંભીર ઈજા થતાં વટવા રિંગરોડ પાસે શ્રમિકોનો હોબાળો

મળતી માહિતી મુજબ, અમદાવાદના વટવા વિસ્તારમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન એક મજૂર ઊંચાઈથી નીચે પટકાતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હોવાનું શ્રમિકોનું કહેવું છે. દુર્ઘટનાને પગલે સ્થળ પર હાજર અન્ય કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. ઈજાગ્રસ્ત મજૂરની હાલત ગંભીર હોવાથી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. 

આ પણ વાંચો: નરોડામાં પિતા- પુત્ર સહિત ત્રણ લોકો અને કાગડાપીઠમાં ચાર લોકોને તલવાર અને પાઇપ વડે મારામારી કરી, સારવાર માટે ખસેડવા પડ્યા

આ ઘટના બાદ પ્રોજેક્ટની કામગીરી દરમિયાન મજૂરોની સુરક્ષાને લઈને અનેક સવાલો ઉઠ્યા છે. આ મામલે અન્ય મજૂરો એકઠાં થઈને હોબાળો મચાવ્યો હતો.