હિંમતનગરમાં નદીમાં મહિલા તણાઈ, કોઝવે પરથી પસાર થઈ રહ્યો હતો પરિવાર
Himatnagar News : ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જેને લઈને નદી-નાળા, ડેમ છલકાયા છે. જ્યારે અનેક જગ્યાએ પાણી-પાણી દ્રશ્યો સામે આવ્યા છે. તેવામાં સાબરકાંઠાના હિંમતનગરમાં કોઝવે પરથી પસાર થતી વખતે મહિલા નદીમાં તણાઈ હોવાનું સામે આવ્યું છે.
કોઝવે પરથી પસાર થતી મહિલા પાણીમાં તણાઈ
મળતી માહિતી મુજબ, હિંમતનગરના મહેતા પુરા કોઝવે પરથી એક મહિલા, બાળક સહિત ત્રણ વ્યક્તિ પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પાણીના પ્રવાહમાં મહિલા તણાઈ હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશમાં અમેરિકન વકીલની ચોંકાવનારી થિયરી, બ્લેક બોક્સનો ડેટા માંગ્યો
મહિલા પાણીમાં તણાઈ હોવાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. ફાયરના જવાનો દ્વારા મહિલાની શોધખોળ હાથ ધરવામાં આવી છે.