પાવાગઢમાં ડુંગર પર મહિલાનું હાર્ટ એટેકથી મોત, વાપીથી પરિવાર આવ્યો હતો દર્શને
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Pavagadh News : વાપીથી એક પરિવાર પાવાગઢ ખાતે મહાકાળી માતાના દર્શનાર્થ કરવા માટે ગયા હતા. જેમાં ડુંગર પર દર્શન કર્યા બાદ મહિલાની અચાનક તબિયત લથડતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડૉક્ટરે હાર્ટ એટેક આવવાથી મહિલાનું મોત નીપજ્યું હોવાનું જણાવ્યું હતું.
પાવાગઢમાં ડુંગર પર મહિલાનું હાર્ટ એટેકથી મોત
મળતી માહિતી મુજબ, વલસાડ જિલ્લાના વાપીના રહેવાસી શકુંતલાદેવી નામની મહિલા પરિવાર સાથે આજે રવિવારે(12 એપ્રિલ, 2026) પાવાગઢ દર્શનાર્થે ગયા હતા. જેમાં મહિલા વહેલી સવારે ડુંગર ચઢીને માતાજીના દર્શન કર્યા હતા. જો કે, દર્શન કર્યા બાદ પરત ફરતાં અચાનક તેમને છાતીના ભાગે દુખાવો ઉપડ્યો હતો.
આ પણ વાંચો: કચ્છ: રાપરના પ્રાગપર પાસે કાર અને બાઈક વચ્ચે ભયાનક અકસ્માત, દંપતીનું ઘટનાસ્થળે જ મોત
અચાનક તબિયત લથડતાં મહિલા બેભાન થઈ ગયા હતા. આ દરમિયાન સ્થળ પર હાજર સુરક્ષાકર્મી અને તબીબની ટીમ દ્વારા મહિલાને PCR આપી અને પછી 108 મારફતે હાલોલ સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જો કે, હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ મહિલાનું મોત નીપજ્યું હતું. ડૉક્ટર અનુસાર, મહિલાના મેસિવ હાર્ટ એટેક આવ્યા હોવાનું પ્રાથમિક કારણ છે.








