આશિકે જ જીવ લીધો! નવસારીમાં લીવ ઈન પાર્ટનર સાથે ઝઘડો થતાં યુવતીની હત્યા, આરોપી ફરાર
Navsari News: નવસારીના ધકવાડા ગામમાં લિવઈન રિલેશનશિપમાં રહેતા પ્રેમીએ મહિલાની કરી હત્યા કર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના બાદ હત્યારો ફરાર થઈ ગયો હતો. હાલ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
જાણો શું છે મામલો
મળતી માહિતી અનુસાર, ધકવાડા ગામમાં રહેતી 35 વર્ષીય મહિલા અને તેનો પ્રેમી લિવ-ઈન રિલેશનશિપમાં સાથે રહેતા હતા. ત્યારે બંને વચ્ચે થયેલા ઝઘડામાં પ્રેમીએ મહિલાને ઢોર માર મારતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ઘટનાની જાણ થતાં ગ્રામજનોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે.
આરોપી પ્રેમી હત્યા બાદ ફરાર થઈ ગયો છે. પોલીસે તેના સામે હત્યાનો ગુનો નોંધીને તેને આસપાસના વિસ્તારમાં નાકાબંધી કરીને આરોપીને શોધી કાઢવાના પ્રયાસો ચાલી રહ્યા છે. પોલીસે સ્થાનિક લોકો અને મહિલાના પરિવારજનો પાસેથી પણ વિગતો મેળવીને તપાસને આગળ ધપાવી છે.