Bhavnagar

તળાજા નજીક કોદિયાના પાટિયા પાસે અકસ્માતમાં યુવકનું મોત, બેને ઈજા

By GS Team
26 Jun 20261 min read
તળાજા નજીક કોદિયાના પાટિયા પાસે અકસ્માતમાં યુવકનું મોત, બેને ઈજા

મહુવા બાઈકની ડિલિવરી દેવા જતાં હતા

ભાવનગર ખાતે યુવકો મોટરસાયકલની કંપનીમાં નોકરી કરતા હતા, રોઝડું આડું આવતા અકસ્માત થયા

તળાજા - મહુવા ખાતે બાઈકની ડિલિવરી દેવા જઈ રહેલા ત્રણ યુવકોને અકસ્માત નડયો છે. તળાજા નજીક કોદિયાના પાટિયા પાસે રોઝડું આડું આવતા સર્જાયેલા અકસ્માતમાં એક યુવકનું મોત નિપજ્યું છે. જ્યારે બે યુવકોને ઈજા પહોંચી છે જેમને ભાવનગર રિફર કરાયા છે.

ભાવનગર ખાતે બાઇકની કંપનીમા નોકરી કરતા ત્રણ યુવાનો અલ્ફાઝ ફિરોઝભાઈ રાંધનપુરા (ઉ.વ.૧૮), ઘુઘાભાઈ ઢાપા (ઉ.વ.૨૫. રહે.પીથલપુર તા.તળાજા) અને આકાશ ધીરુભાઈ વાળા (ઉ.વ.૨૪, રહે. ભાવનગર) બાઇક લઈને મહુવા ડિલિવરી દેવા જતા હતા અને સાંજના સમયે તળાજાથી આગળ પસવી ગામ નજીક અચાનક રોઝડું આવતા ત્રણેય યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચીહતી. જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત અલ્ફાઝ રાંધનપુરાને મૃત જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે ઈજાગ્રસ્ત અન્ય બન્ને યુવકોને વધુ સારવાર માટે ભાવનગર રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. બનાવને પગેલે મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ પહોંચ્યા હતા.