વડોદરાના તુલસીવાડીમાં કાર પાર્કિંગના મુદ્દે મહિલા પર પાડોશી પરિવારનો હુમલો

Vadodara Crime : વડોદરામાં તુલસીવાડીના ઇન્દિરા નગરમાં રહેતી હિના શેખે કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, અમારી બાજુમાં રહેતા આમિર હાજીને અમે ગઈકાલે સવારે કહ્યું હતું કે તમારી કાર અમારા આવવા જવાના રસ્તો ઉપર ના મૂકો. અમારો રસ્તો બંધ થઈ જાય છે અન્ય જગ્યાએ પાર્ક કરો. મારી વાત સાંભળીને તે ઉશ્કેરાઈ ગયા હતા અને મને લાફો મારી દીધો હતો. આમિર હાજીનો પુત્ર અને તેની પત્ની પણ દોડી આવ્યા હતા અને મને માથા પર માર મારી નીચે પાડી દીધી હતી. ત્યારબાદ ત્રણેય મને લાતો મારવા લાગ્યા હતા. મારા વાળ ખેંચી ત્રણેય મને ધમકી આપી હતી કે તું બહાર દેખાઈશ તો તને જાનથી મારી નાખીશ..તારે પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ કરવી હોય તો કરી દેજે.

