કચ્છમાં ગુરૃ વંદના સાથે ભાવપુર્વક કરાઈ ગુરૃપુર્ણિમાની ઉજવણી
- ધાર્મિક સ્થાનકોમાં મહામારી વચ્ચે સાદાઈ પુર્વક કરાયા આયોજન
ભુજ, રવિવાર
ગુરૃ વિના શિક્ષાથી માંડીની આધ્યાત્મિક પાથ પર આગળ વાધવુ કઠીન તાથા અશક્ય છે ત્યારે શિષ્યોનું માર્ગદર્શન કરનારા ગુરૃઓને યાદ કરવાના પર્વ એવા ગુરૃપુર્ણિમાની ઉજવણી વિવિાધ કાર્યક્રમો સાથે કચ્છમાં કરવામાં આવી હતી.
ધાર્મિક સંસૃથાનો, શૈક્ષણિક સંકુલો સહિતના સૃથળોએ વિવિાધ કાર્યક્રમો સાથે ગુરૃવંદન કરાઈ હતી. હાલના મહામારીકાળમાં શૈક્ષણિક સંકુલો બંધ છે ત્યારે સોશ્યિલ મીડીયાના માધ્યમાથી શાળાઓ દ્વારા કાર્યક્રમ આયોજીત કરીને આજનો અવસર ઉજવાયો હતો. તો બીજીતરફ મંદિર તાથા આધ્યાત્મિક કેન્દ્રોમાં ભજન,કીર્તન તાથા પુજન સહિતના આયોજન કરાયા હતા. જેમાં વાંઢાયા સાધના કુટીરમાં વાલરામજી સમાિધ મંદિરમાં સરકારી ગાઈડ લાઈન મુજબ સામાજિક અંતર રાખી, માસ્ક પહેરીને ભાવિકોએ વંદના કરી હતી. વરસતા વરસાદમાં હનુમાન ચાલીસાના પાઠ કરીન ગુરૃપુજન તાથા તેમના શિષ્યો જ્યાં પણ ગુજરાતમાં વસે છે તેઓએ ઘેર ઘેર ગુરૃપુજન કર્યું હતું. તો નખત્રાણા પંથકમાં આસૃથાભેર ઉજવણી થઈ હતી જેમાં ઉમિયાનગર ખાતે રામ ચંદ્રજી ડોગરેજી મહારાજ નિવાસસૃથાને પુજન અર્ચન કરાયા હતા. નિરાંત આશ્રમ ખાતે રાજારામ બાપુ થા આરતી દેવીએ ગુરૃબોધ આપ્યો હતો. રામેશ્વર, પિયોણી, જડેશ્વર, વિરાણી, થાન, ધીણોધર,રોહા(સુમરી), વાંઢાય, મોરઝર, બિબર વગેરે ધાર્મિક સૃથાનોમાં સંતો- મહંતો દ્વારા સાદગીપુર્વક ઉજવણી કરાઈ હતી. ગાંધીધામ ખાતે પતંજલિ યોગ સમિતિ દ્વારા યોગ સાધકોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે વિશેષ હવન સ્વામિનારાયણ ગુરૃકુલ શાળા ખાતે કરાયા હતા. યુગલો લક્ષ્મીનારાયણમાં સ્વરૃપમાં જોડાયા હતા. ભુજમાં મા આશાપુરા વિદ્યાસંકુલ પ્રી- પ્રાયમરી વિભાગ દ્વારા ઓનલાઈન શિક્ષણ સાથે તહેવારની ઉજવણી કરાઈ હતી. બાળકોને આ ટાંકણે ગુરૃનુ મહાત્મય સમજાવાયું હતું. કોટડા જડોદર ખાતે બહ્મલિન સંત પ્રભુદાસજી મહારાજની સ્તુતિ કરાઈ હતી. હાલના સંજોગોને લીધે મહાપ્રસાદનો કાર્યક્રમ મુલતવી રખાયો હતો. વિશ્વ હિન્દુ પરીષદ કચ્છ વિભાગ દ્વારા ગુરૃ પુર્ણિમાના દિવસે કચ્છમાં ૧૦૦ ઉપરાંત સૃથાનો પર ગુરૃપુજનના કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. જેમાં ગાંધીધામ ખાતે તાથા કોટેશ્વર મહાદેવ ખાતે ઉજવણી કરાઈ હતી. મુંદરા તાલુકાના અનેક ગામમાં ગુરૃપુર્ણીમાંની ઉજવણી કરાઈ હતી. ઝરપરા ખાતે દેવલમાના આશ્રમે માતાજીના દર્શન કરવા સવારાથી ભાવિકો ઉમટી પડયા હતા. સામાજિક અંતર રાખીને ગુરૃમાંના પુજન કરી આર્શીવાદ મેળવ્યા હતા. આ વર્ષે પ્રાથમવાર પ્રસાદી સહિતના ધાર્મિક કાર્યક્રમો મુલતવી રાખવામા ંઆવ્યા હતા.