સુરત પાલિકા કમિશ્નરે રજુ કરેલા બજેટમાં 316 કરોડના વધારા સાથે સ્થાયી સમિતિએ 7278 કરોડનું બજેટ સામાન્ય સભાની મંજુરી માટે રજુ કર્યું

સુરત, તા. 08 ફેબ્રુઆરી 2020 મંગળવાર
સુરત મ્યુનિ. કમિશ્નરે રજુ કરેલા 6970 કરોડના ડ્રાફટ બજેટમાં સ્થાયી સમિતિએ 316 કરોડના વધારા સાથે બજેટનું કદ વધારીને 7278 કરોડ કરી દીધું છે. મ્યુનિ. કમિશ્રરે બજેટમાં કેપીટલ કામ 3183 કરોડના રાખ્યા હતા. જેમાં 289 કરોડનો વધારો કરીને કેપીટલ ખર્ચ 3472.68 કરોડ કર્યો છે. સમિતિનું બજેટ આખું રજુ કર્યા સુધી સ્થાયી સમિતિ અધ્યક્ષે બજેટમાં ઘટાડા વધારા અંગે કોઈ ઉલ્લેખ કર્યો ન હતો.
સુરત મ્યુનિ. કમિશ્રર બંછાનીધી પાની દ્વારા વર્ષ 2022-23નું ડ્રાફ્ટ બજેટ રજુ કર્યું. આ બજેટ પર ચર્ચાને અંતે આજે સ્થાયી સમિતિ દ્વારા અંદાજે 316 કરોડ રૂપિયાના વધારા સાથે 7287 કરોડ રૂપિયાના બજેટ મંજુર કરવામાં આવ્યું છે.
આ બજેટમાં રેવન્યુ આવકમાં 106 કરોડ, કેપિટલ આવકમાં 125 કરોડ અને આ રીતે જ રેવન્યુ ખર્ચમાં 27 કરોડ અને કેપિટલ ખર્ચમાં 289 કરોડ રૂપિયાના વધારાની જોગવાઈ કરવામાં આવી છે. કેપિટલ ખર્ચમાં 289 કરોડ રૂપિયાની વધારાની જોગવાઈમાં તમામ ઝોન વિસ્તારને 23થી 28 કરોડ રૂપિયાના વધારા સાથે સ્થાયી સમિતિ દ્વારા બજેટને મંજુર કરવામાં આવ્યું છે.
સ્થાયી સમિતિના બજેટ પ્રમાણે અઠવા ઝોનમાં સૌથી વધુ 99 કરોડ રૂપિયા જ્યારે સેન્ટ્રલ ઝોનને સૌથી ઓછા 49 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આત્મ નિર્ભર સુરતના સૂત્ર સાથે સ્થાયી સમિતિ દ્વારા રજુ કરવામાં આવેલ બજેટમાં ફાયર અને અન્ય અકસ્માત જેવી ઘટનાઓ માટે મહાનગર પાલિકા દ્વારા ત્વરિત જાણ થાય તે માટે 25 લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
આ સિવાય ભુગર્ભ જળ સ્ત્રોતને સુધારવા માટે 1076 ચો. ફુટ અને 5380 ચો. ફુટના ટેરેસ મુજબના ઘરો અને એપાર્ટમેન્ટ માટે નવી ડિઝાઈન મુજબ રેઈન વોટર હાર્વેસ્ટીંગ પોલિસી તૈયાર કરવામાં આવી છે. જેમાં રાજ્ય સરકારની 35 કરોડની ગ્રાન્ટ સાથે સુરત મહાનગર પાલિકા દ્વારા પણ 10 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જ્યારે ઉધના ઝોન - બી ખાતે જે રીતે જન સેવા કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યું છે.




