Get The App

સુરત: બેડ રૂમમાં પતિની ક્રૂરતાનો પત્ની લાવી ખૌફનાક અંત; દૂધમાં ઝેર આપી ગળું દબાવ્યું, અંતિમવિધિ વખતે ભાંડો ફૂટ્યો

Updated: Jan 26th, 2026

GS TEAM

Google News
Google News
સુરત: બેડ રૂમમાં પતિની ક્રૂરતાનો પત્ની લાવી ખૌફનાક અંત; દૂધમાં ઝેર આપી ગળું દબાવ્યું, અંતિમવિધિ વખતે ભાંડો ફૂટ્યો 1 - image


Surat News : સુરતના લિંબાયતમાં પત્નીએ પતિની હત્યા નીપજાવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પતિ દ્વારા સેક્સવર્ધક દવાઓ લઈને પત્ની પર ગુજારવામાં આવતા શારીરિક ત્રાસથી કંટાળીને પત્નીએ હળદરવાળા દૂધમાં ઝેર આપીને પતિનું ગળું દબાવી દીધું હતું. મૃતકની દફનવિધિ સમયે સમગ્ર ભાંડો ફૂટતાં પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

બેડ રૂમમાં પતિની ક્રૂરતાનો પત્ની લાવી ખૌફનાક અંત

મળતી માહિતી મુજબ, સુરતના લિંબાયત વિસ્તારમાં હૈદરઅલી નામના શખસનું તેની પત્ની ઈશરત જહાને હત્યા કરી હતી. પતિની હત્યા મામલે પત્નીએ જણાવ્યું હતું કે, 'મારા પતિ મુંબઈમાં નોકરી કરતા હતા અને તેઓ મહિનામાં એકાદવાર ઘરે આવતા ત્યારે સેક્સવર્ધક ગોળીઓ ખાઈને મને શારીરિક યાતના આપતા હતા.' અંતે પતિની ક્રૂરતાંથી કંટાળીને પત્નીએ મોતને પ્લાન બનાવ્યો હતો. 

મૃતકના ભાઈને શંકા જતાં પોલીસને જાણ કરી

પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, 1 જાન્યુઆરીએ હૈદરઅલી ઘરે હતો, ત્યારે પત્નીએ પતિના દૂધમાં ઉંદર મારવાની ઝેરી દવા ભેળવીને પીવડાવ્યું હતું. આ પછી 5 જાન્યુઆરીના રોજ હૈદરઅલીની તબિયત લથડતાં તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

સમગ્ર ઘટનામાં ભાઈના મોત બાદ મૃતદેહને તેમના વતન બિહારના પૂર્વી ચંપારણમાં દફનવિધિ કરવાનું કહેતા મૃતકની પત્ની અને ભાઈ વચ્ચે બોલાચાલી થઈ હતી. અંતે હત્યાની શંકાને લઈને મૃતકના ભાઈએ આ મામલે પોલીસને જાણ કરી હતી. 

આ પણ વાંચો: અમદાવાદ: બાવળાના ઝેકડા રોડ પર ગમખ્વાર અકસ્માત, કાર તળાવમાં ખાબકતા યુવાનનું કરૂણ મોત

આ પછી પોલીસે મૃતકના મૃતદેહને પીએમ અર્થે મોકલ્યો હતો. જેમાં પીએમ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા. પીએમ રિપોર્ટ મુજબ, મૃતકને ઝેરની સાથે ગળું અને છાતી દબાવતા મોત થયું હતું. પતિની હત્યાના કેસમાં પોલીસે આરોપી પત્ની વિરૂદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.