પશ્ચિમ રેલવે દ્વારા ચાર જોડી સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત

પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈ સેન્ટ્રલ -ભિવાની, મુંબઈ સેન્ટ્રલ - શકૂર બસ્તી, બાંદ્રા ટર્મિનસ - દુર્ગાપુરા તથા વલસાડ - બિલાસપુર વચ્ચે કુલ ચાર જોડી સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવશે.
મુંબઈ સેન્ટ્રલ–ભિવાની સુપરફાસ્ટ દર મંગળવાર અને શુક્રવારે સવારે 10.30 કલાકે મુંબઈ સેન્ટ્રલથી પ્રસ્થાન કરી બીજા દિવસે બપોરે 1 વાગ્યે ભિવાની પહોંચશે. આ ટ્રેન તા.9 થી 30 ડિસેમ્બર સુધી કાર્યરત રહેશે. તેવી જ રીતે ભિવાની - મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ દર બુધવાર અને શનિવારે બપોરે 2.35 કલાકે ભિવાનીથી પ્રસ્થાન કરી બીજા દિવસે બપોરે 4.30 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન તા.10 થી 31 ડિસેમ્બર સુધી કાર્યરત રહેશે. આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, સુરત, ભરુચ, વડોદરા, રતલામ વગેરે સ્ટેશનો પર રોકાશે.
મુંબઈ સેન્ટ્રલ–શકૂર બસ્તી સુપરફાસ્ટ મંગળવાર અને શુક્રવાર સિવાય દરરોજ સવારે 10.30 વાગ્યે મુંબઈ સેન્ટ્રલથી પ્રસ્થાન કરી બીજા દિવસે સવારે 8 વાગ્યે શકૂર બસ્તી પહોંચશે. આ ટ્રેન તા.8 થી 29 ડિસેમ્બર સુધી કાર્યરત રહેશે. તેવી જ રીતે શકૂર બસ્તી - મુંબઈ સેન્ટ્રલ બુધવાર અને શનિવાર સિવાય દરરોજ સવારે 10.15 વાગ્યે શકૂર બસ્તીથી પ્રસ્થાન કરી બીજા દિવસે 10.30 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન તા.9 થી 30 ડિસેમ્બર સુધી કાર્યરત રહેશે. આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, પાલઘર, સુરત, વડોદરા, રતલામ, કોટા વગેરે સ્ટેશનો પર રોકાશે.
બાંદ્રા ટર્મિનસ–દુર્ગાપુરા સુપરફાસ્ટ તા. 8 ડિસેમ્બર સોમવાર સવારે 10 વાગ્યે બાંદ્રાથી પ્રસ્થાન કરી બીજા દિવસે સવારે 5.30 વાગ્યે દુર્ગાપુરા પહોંચશે. તેવી જ રીતે દુર્ગાપુરા - બાંદ્રા ટર્મિનસ તા.7 ડિસેમ્બર રવિવાર બપોરે 12.25 વાગ્યે દુર્ગાપુરાથી પ્રસ્થાન કરીબીજા દિવસે સવારે 7 વાગ્યે બાંદ્રા પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, પાલઘર, સુરત, વડોદરા, રતલામ વગેરે સ્ટેશનો પર રોકાશે.
આ ઉપરાંત વલસાડ - બિલાસપુર સ્પેશિયલ ટ્રેનના કુલ આઠ ફેરા રહેશે. જે બંને દિશામાં ભેસ્તાન, નંદુરબાર, જળગાંવ, ભુસાવળ, અકોલા, વાર્ધા, નાગપુર વગેરે સ્ટેશન પર રોકાશે.

