VIDEO: દમણનો વિકરાળ દરિયો: મોજાઓની ઊંચાઈ જોઈ લોકો દંગ રહી ગયા!
Daman News : દમણનો દરિયો આજે પોતાની ભવ્યતા અને વિકરાળતાનું પ્રદર્શન કરતો જવા મળ્યો. મળતી માહિતી પ્રમાણે અમાસની ભરતીના કારણે દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે, જેના પરિણામે દમણના દરિયામાં 15થી 20 ફૂટ જેટલા ઊંચા મોજાં ઉછળતા જોવા મળ્યા. આ દૃશ્ય એટલું અદ્ભુત અને આહ્લાદક છે કે તેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો દમણના નમોપથ પર ઉમટી પડ્યા હતા.
સહેલાણીઓ પણ આ કુદરતી નજારાને માણવાનો અનેરો લહાવો લઈ રહ્યા હતા. ઘણા લોકો તોફાની મોજાના કિનારે આવીને ન્હાવાની મજા પણ માણી, જે આ દૃશ્યને વધુ આકર્ષક બનાવે છે. દરિયાના આ તોફાની મોજા અને અમાસની ભરતીનું અનોખું સંયોજન દમણમાં એક અવિસ્મરણીય અનુભવ પૂરો પાડી રહ્યું છે. લોકો દૂર-દૂરથી આ પ્રાકૃતિક દૃશ્યનો આનંદ માણવા આવી રહ્યા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 91 તાલુકામાં ખાબક્યો વરસાદ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો
જોકે, દરિયામાં ભારે કરંટ હોવાથી સલામતી રાખવી પણ અત્યંત જરૂરી છે. સ્થાનિક તંત્ર દ્વારા સુરક્ષાના પૂરતા પગલાં લેવામાં આવ્યા છે, જેથી સહેલાણીઓ સુરક્ષિત રીતે આ નજારાને માણી શકે.