ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 91 તાલુકામાં ખાબક્યો વરસાદ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો
Rainfall in Gujarat : ગુજરાતના છૂટાછવાયા સ્થળોએ વરસાદી માહોલ છે, ત્યારે રાજ્યમાં આજે (24 જુલાઈ) છેલ્લા 24 કલાકમાં 91 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડના ધરમપુરમાં 2.13 ઇંચ વરસાદ ખાબક્યો છે. જુઓ ક્યાં-કેટલો વરસાદ વરસ્યો.
91 તાલુકામાં વરસાદ
રાજ્યમાં આજે ગુરુવારે (24 જુલાઈ) 91 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં વલસાડના પારડીમાં 1.89 ઇંચ, તાપીના વ્યારામાં 1.81 ઇંચ, વાલોડમાં 1.77 ઇંચ, સુરતના મહુવામાં 1.54 ઇંચ, નવસારીના ખેરગામ અને વલસાડના કપરાડામાં 1-1 ઇંચ ખાબક્યો છે.
જ્યારે વલસાડ, ડાંગના વઘઈ, છોટા ઉદેપુરના બોડેલી, ડાંગના આહવા, સુરતના ઉમરપાડા, તાપીના સોનગઢ, સુરતના બારડોલી, ડાંગના સુબિર, સાબરકાંઠાના વડાલી, દાહોદ સહિતના 84 તાલુકામાં 1 ઇંચની અંદરમાં વરસાદ નોંધાયો છે.
જુઓ ક્યાં-કેટલો નોંધાયો વરસાદ