ગુજરાતમાં પાણીની કરકસર નહીં કરીએ તો જળસંકટની ભીતિ, ભૂગર્ભજળનો બેફામ ઉપયોગ

| (AI IMAGE) |
Gujarat Water Crisis: પાણીના વપરાશ અને જરૂરિયાતને લઈને કરાયેલાં એક અભ્યાસમાં એવા તારણો રજૂ થયાં છેકે, પાણીની માંગમાં હજુ વધારો થઈ શકે છે. આ જોતાં નિષ્ણાતોએ એવી ભીતિ વ્યક્ત કરી છેકે, ગુજરાતમાં આગામી વર્ષોમાં જળસંકટ ઉભુ થાય તેવી સ્થિતી સર્જાઇ છે. નર્મદાના જળ છેવાડાના ગામ સુધી પહોચ્યાં છે છતાંય આ ચિંતાજનક પરિસ્થિતીનું નિર્માણ થાય તેમ છે. એટલુ જ નહીં, આગામી પાંચેક વર્ષમાં પાણીની માંગમાં 20થી 30 ટકા સુધીનો વધારો થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. યાદ રહે કે, અત્યાર ઇરાનના પાટનગર તહેરાનમાં પાણી ખુટી પડતાં લોકોને સ્થળાંતર કરવા મજબૂર થવુ પડયું છે.
ગુજરાતને જળસંકટમાં ભીતિ
એક સમયે ગુજરાતની જનતાએ પાણીની તંગી વેઠી છે. હવે નર્મદાનું પાણી છેવાડાના જિલ્લા કચ્છ અને બનાસકાંઠા સુધી પહોંચી રહ્યાં છે ત્યારે ગુજરાતમાં પાણીની જરૂરિયાતને લઈને કરાયેલાં એક અભ્યાસમાં એવા તારણો આવ્યાં છેકે, જેણે ચિંતાજનક સ્થિતીનો ચિતાર રજૂ કર્યો છે. તેનું કારણ એછેકે, ઘર વપરાશ માટે તો પાણીની માંગ વધી છે પણ સાથે સાથે ઔદ્યોગીક-સિંચાઈ માટે પણ પાણીનો વપરાશ વધી રહ્યો છે જેથી આ જ વપરાશ થશે તો ગુજરાતમાં જળસંકેટ પેદા થાય તે દિવસો દૂર નથી.
ગુજરાતમાં 54% ભૂગર્ભજળ ખેંચાયું: જળસંકટની ઘંટી
ગુજરાતમાં આજે બનાસકાંઠા, પાટણ, અમદાવાદ સહિત અન્ય જીલ્લામાં ભૂગર્ભ જળનો બેફામ વપરાશ થઈ રહ્યો છે. હાલ 27.58 બીસીએમ ભૂગર્ભજળ રિચાર્જ થઈ રહ્યુ છે જ્યારે 13.86 બીએસએમ ભૂગર્ભજળ ખેંચવામાં આવી રહ્યુ છે. ટૂંકમાં 54.21 ટકા ભૂગર્ભજળ ખેંચાઈ રહ્યું છે જે ચિંતાજનક ચિત્ર ઉભુ શકે કરી શકે છે.

2050 સુધીમાં માંગમાં પાણીની માંગ મોટો ઉછાળો
ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલાં રિપોર્ટ મુજબ, વર્ષ 2019-20ની સ્થિતીએ અમદાવાદ જીલ્લાની પાણીની માંગ 3706.36 એમએલડી હતી. વડોદરામાં 12388 એમએલડી, રાજકોટની 11127 એમએલડી, સુરતની 27321 એમએલડી પાણીની જરૂરિયાત રહી છે. વર્ષ 2030 સુધીમાં આ બધાય જિલ્લામાં પાણીની માંગમાં 20-30 ટકા સુધીનો વધારો થઇ શકે છે. જ્યારે વર્ષ 2050 સુધીમાં પાણીની માંગ 100 ટકા વધી જશે.
આ પણ વાંચો: પાર્ટી પ્લોટમાં સીસીટીવી કેમેરા અંગે પોલીસે ચેકિંગ શરૂ કર્યું
આ રિપોર્ટના આધારે રાજ્ય સરકારે પાણીના નવા સ્ત્રોત શોધવાનું શરૂ કર્યુ છે જેથી પાણીની જરૂરિયાત પૂર્ણ કરી શકાય. હાલ ગુજરાતમાં નર્મદા એક માત્ર પાણીનું મુખ્ય સ્ત્રોત કહી શકાય. પણ ખતરાની ખંટડી વાગી રહી છે ત્યારે સરકારે પાણીના નવા સ્ત્રોત વિકસાવવાની દિશામાં પણ વિચારણા હાથ ધરી છે. નર્મદા જળ ફાળવણીની સમીક્ષાને પગલે જો ગુજરાતનો પાણીનો હિસ્સો નહી વધે તો જળસંકટનુ ચિત્ર વધુ ગંભીર બને તેમ છે.

