મહીસાગર : કડાણા ડેમની જળસપાટીમાં વધારો, ડેમના દરવાજા ખોલાતા અદભૂત નજારો સર્જાયો
Mahisagar Kadana Dam: મહીસાગર જિલ્લામાં આવેલા કડાણા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે કડાણા ડેમમાં 1,50,000 ક્યુસેક પાણીની આવક વધી છે. જ્યારે રાત્રિના સમયે કડાણા ડેમના રંગબેરંગી દ્રશ્યો આવ્યા સામે છે.
ઉપરવાસમાં પડી રહેલાં સતત વરસાદને લઈને મહીસાગરના કડાણા ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. સતત વધતા પાણીના કારણે કડાણા ડેમના 11 ગેટ 6 ફૂટ જેટલાં ખોલવામાં આવ્યા છે, જેમાં 1 લાખથી વધુ ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 6 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, 14થી વધુ જિલ્લામાં ઍલર્ટ
મહીસાગર નદીમાં ડેમનું પાણી છોડવામાં આવ્યું છે, ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જેમાં મહીસાગર નદી પર આવેલા ડૂબક પુલો પર મહીસાગર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે. જ્યારે કડાણા ડેમના 11 ગેટ ખોલવામાં આવ્યા છે, ત્યારે રાત્રિના સમયે ડેમના રંગબેરંગી અદભૂત દ્રશ્યો આવ્યા સામે છે.