ધોળકાના જલાલપુર-રાજપુર પાસે કેનાલમાં ગાબડું પડતાં ચારેબાજુ પાણી-પાણી, ખેતરોમાં પાક ધોવાતા ખેડૂતોમાં રોષ
Dholka News : રાજ્યમાં મધ્ય અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારમાં આજે (27 જુલાઈ) ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે, ત્યારે અમદાવાદ શહેર અને તાલુકાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં ધોળકા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સારો એવો વરસાદ થયો છે. જેમાં ધોળકા તાલુકાના જલાલપુર-રાજપુર ગામ નજીકની કેનાલમાં ગાબડું પડતાં ચારેયકોર પાણી ફરી વળ્યું હતું.
ધોળકા તાલુકાના જલાલપુર-રાજપુર ગામ નજીકથી પસાર થતી કેનાલમાં ગાબડું પડતા જ સીમ વિસ્તારો તથા ગામના વિસ્તારોમાં કેનાલ-વરસાદના પાણી ફરી વળ્યા હતા. જ્યાં નજર નાખો ત્યાં પાણી જ પાણી. શેરી મહોલ્લાના અમુક ઘરો તથા જાહેર માર્ગો ગામના નીચાણવાળા વિસ્તારો, શાળા, મંદિરે બધે પાણી ફરી વળ્યા હતા.
આ પણ વાંચો: ધોળકા શહેર-ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, અનેક જગ્યાએ પાણી ભરાયા
ગામના યુવાનાઓ તથા સેવાભાવી આગેવાનોએ આ કુદરતી વરસાદી આફતના ભોગ બનેલા અસરગ્રસ્ત લોકોને મદદરૂપ થવા પ્રયત્નો કર્યા હતા. જ્યારે ખેતરોમાં વરસાદી પાણી ફરી વળતાં ખેડૂતોના પાકને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.