Gujarat

સ્થળાંતર પછી પણ મતદારોના નામ યાદીમાં હયાત, ચૂંટણીપંચના આદેશને પગલે BLO દોડ્યા

By GS TEAM
10 Nov 20252 mins read
TukuTouch Logo
ગુજરાતમાં મતદાર યાદી સુધારણા અભિયાન શરૂ કરાયુ છે. કેન્દ્રીય ચૂંટણીપંચે સ્પષ્ટ આદેશ કર્યો છે કે, જો મતદારનું બે સ્થળે નામ હશે તો પોલીસ ફરિયાદ દાખલ કરાશે. અમદાવાદમાં ખાસ કરીને કોટ વિસ્તારના રહીશો સ્થળાંતર કરીને સરખેજ, જુહાપુરા સહિત પશ્ચિમ વિસ્તારમાં સ્થાયી થયા હોવા છતાં બે સ્થળે મતદાર યાદીમાં નામ હોવાની વાત બહાર આવી છે, જેના પગલે બુથ લેવલ અધિકારીઓ દોડ્યાં છે. એટલુ જ નહીં, ખુદ જાગૃત મતદારો પોતાના નામ બે સ્થળે ન હોય તેવી ચકાસણીમાં લાગી પડ્યાં છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સ્થળાંતર પછી પણ મતદારોના નામ યાદીમાં હયાત, ચૂંટણીપંચના આદેશને પગલે BLO દોડ્યા

BLO Task:  ગુજરાતમાં મતદાર યાદી સુધારણા અભિયાન શરૂ કરાયુ છે. કેન્દ્રીય ચૂંટણીપંચે સ્પષ્ટ આદેશ કર્યો છે કે, જો મતદારનું બે સ્થળે નામ હશે તો પોલીસ ફરિયાદ દાખલ કરાશે. અમદાવાદમાં ખાસ કરીને કોટ વિસ્તારના રહીશો સ્થળાંતર કરીને સરખેજ, જુહાપુરા સહિત પશ્ચિમ વિસ્તારમાં સ્થાયી થયા હોવા છતાં બે સ્થળે મતદાર યાદીમાં નામ હોવાની વાત બહાર આવી છે, જેના પગલે બુથ લેવલ અધિકારીઓ દોડ્યાં છે. એટલુ જ નહીં, ખુદ જાગૃત મતદારો પોતાના નામ બે સ્થળે ન હોય તેવી ચકાસણીમાં લાગી પડ્યાં છે.

કોટ વિસ્તારમાં 'ડબલિયા મતદારો'ની ભરમાર

કેન્દ્રીય ચૂંટણીપંચની કડકાઇને પગલે આ વખતે ગુજરાતની મતદારયાદીમાં હજારો મતદારોના નામ કમી થાય તેવી શક્યતા જોવાઇ રહી છે. સૂત્રોનું કહેવુ છે કે, મોટાભાગે સ્થળાંતરિત મતદારોના બે સ્થળે નામ હોય છે. 

અમદાવાદમાં પણ કોટ વિસ્તારમાં રેસીડન્સમાંથી કોમર્શીયલ બાંધકામમાં તબદીલ થયા હોવા છતાં મૂળ સ્થળે મતદારોના નામ હજી યથાવત રહ્યાં છે. ખાસ કરીને રોજગાર મેળવવા આવેલા પરપ્રાંતિયોના નામ પણ બે સ્થળે હોવાનુ અનુમાન છે કેમકે, મૂળ વતનમાં નામ યથાવત રાખી તેઓ ભાડે રહેતાં હોય તે સ્થળ દર્શાવી મતદાર બની જાય છે. કોટ વિસ્તારમાં આવા ડબલિયા મતદારોની ભરમાર છે. 

આ પણ વાંચો: રાજકોટમાં રફતારનો કહેર: લક્ઝુરિયસ કારની ટક્કરે 20 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ મોત

સ્થળાંતર છતાં બે સ્થળે મતદાર નામ

આ ઉપરાંત કોટ વિસ્તારમાંથી ઘણાં લોકોએ જમાલપુર-ખાડિયા, દરિયાપુર, શાહપુર, દૂધેશ્વર, કાલુપુર, બહેરામપુરા, દાણીલીમડા, જુહાપુરા, નારોલ, વટવા, નારણપુરા, નવરંગપુરા, થલતેજ, બોપલ, આંબલી, ચાંદલોડિયા, ઘાટલોડિયા સ્થળાંતર કર્યુ છે તેમ છતાંય તેમના નામો બે સ્થળે મતદાર યાદીમાં મોજુદ છે. એવુ ય જાણવા મળ્યુ છેકે, મેટ્રો રેલવેના કારણે શાહપુર-શંકરભુવનમાં ઝૂંપડપટ્ટી હટાવી લેવાઇ છે તે મતદારોના નામ પણ હાલ મૂળ સ્થળે કાર્યરત હોવાનો અંદાજ છે. જોકે, અભણ મતદારોને બે સ્થળે મતદાર યાદીમાં નામ હોવાની સજા-દંડ વિશે કોઇ જાણકારી જ નથી. 

મહત્ત્વની વાત તો એ છે કે, રીડેવલપમેન્ટના કારણે અન્ય સ્થળે ભાડે રહેવા ગયેલા લોકોના નામ મતદાર યાદીમાં યથાવત રહેશે કે પછી કમી કરાશે તે મુદ્દે હજુ સુધી રાજ્ય ચૂંટણીપંચે કોઇ નક્કર આયોજન કર્યુ નથી.